Western Times News

Gujarati News

લોકસભાની ચૂંટણી દરમ્યાન બિહારમાં તહેવારોને કારણે શિડ્‌યુલમાં ફેરફાર કરવામાં આવ્યો

લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ-પ્રથમ તબક્કાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ-૨૧ રાજ્યોમાં ૧૦૨ લોકસભા બેઠકો સામેલ

નવી દિલ્હી, દેશના ૨૧ રાજ્યોમાં ૧૦૨ લોકસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા (૨૦ માર્ચ) શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આ માટે જાહેરનામું બહાર પાડ્‌યું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે મતદાન થશે.

આ ૧૦૨ બેઠકોમાં તામિલનાડુની ૩૯, રાજસ્થાનની ૧૨ અને મધ્યપ્રદેશની ૬ બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે ૧૬ માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.

ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ, ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ ૨૭ માર્ચ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૮ માર્ચે થશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ રાખવામાં આવી છે.

બિહારમાં તહેવારોને કારણે શિડ્‌યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં નોમિનેશન માટેની છેલ્લી તારીખ ૨૮ માર્ચ નક્કી કરવામાં આવી હતી. ૩૦ માર્ચે સ્ક્રુટીની થશે. બિહારના ઉમેદવારો ૨ એપ્રિલ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.

મધ્યપ્રદેશના સીધી, શહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ અને છિંદવાડામાં ૧૯ એપ્રિલે મતદાન થશે. આ બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા ૨૦ માર્ચથી શરૂ થઈ રહી છે. ભાજપે તેના ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે માત્ર સીધી, મંડલા અને છિંદવાડા માટે તેના ઉમેદવારો નક્કી કર્યા છે.

સીધી અને મંડલા પર ટિકિટની સ્થિતિ સાફ થઈ ગઈ છે. સીધી લોકસભા સીટ પર ભાજપે ડો.રાજેશ મિશ્રાને જ્યારે કોંગ્રેસે પૂર્વ મંત્રી કમલેશ્વર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. મંડલા લોકસભા સીટ પર ભાજપે ફગ્ગન સિંહ કુલસ્તે અને કોંગ્રેસે ઓમકાર સિંહ મરકામને તક આપી છે. આ સિવાય છિંદવાડામાં નકુલ નાથ અને બંટી સાહુ વચ્ચે મુકાબલો છે. તે જ સમયે, બાલાઘાટ, શહડોલ અને જબલપુરમાં કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. ભાજપે શહડોલમાં હિમાદ્રી સિંહ, બાલાઘાટમાં ભારતી પારધી અને જબલપુરમાં આશિષ દુબેને ટિકિટ આપી છે.

યુપી, સહારનપુર, કૈરાના, મુઝફ્‌ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર, પીલીભીતની ૮ લોકસભા સીટો પર મતદાન થવાનું છે. આ માટે નોમિનેશન પ્રક્રિયા બુધવારથી શરૂ થશે. શરૂઆતમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. કેટલીક બેઠકો માટે પક્ષોએ હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી.

રાજસ્થાનના શ્રીગંગાનગર, બિકાનેર, ચુરુ, નાગૌર, ઝુંઝુનુ, સીકર, જયપુર, જયપુર ગ્રામીણ, અલવર, ભરતપુર, દૌસા, કરૌલી-ધોલપુરમાં ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. શ્રીગંગાનગર, જયપુર, જયપુર ગ્રામીણ, દૌસા, કરૌલી-ધોલપુરમાં ભાજપ-કોંગ્રેસ, નાગૌરમાં કોંગ્રેસ, ઝુંઝુનુમાં ભાજપ, સીકરમાં કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા નથી.

જેમાં ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ રહી છે, પરંતુ દ્ગડ્ઢછ અને ૈંદ્ગડ્ઢૈં ગઠબંધને હજુ સુધી તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.