Western Times News

Gujarati News

રશિયન-યુક્રેનિયન સરહદ પાર કરવા જતાં મોસ્‍કો હુમલાના 4 આતંકવાદીઓ ઝડપાયા

143 લોકોનાં મોતઃ 70 થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

રશિયન સરકારી મીડિયાના જણાવ્‍યા અનુસાર, કોન્‍સર્ટ શરૂ થાય તે પહેલાં અજાણ્‍યા શખ્‍સો ક્રોકસ સિટી હોલમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો.

મોસ્‍કો, રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં અત્‍યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે, જ્‍યારે 70 થી વધુ લોકો ઘાયલ થયા છે.

રશિયાના બ્રાયન્સ્ક પ્રદેશમાં “કારનો પીછો” કર્યા પછી પોલીસે 11 શકમંદોની ધરપકડ કરી છે – જેમાં ઘાતક હુમલો કરવામાં સીધો સંડોવાયેલ ચારેય બંદૂકધારીઓનો સમાવેશ થાય છે. રશિયન સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે હુમલાખોરો યુક્રેનમાં સંપર્કો ધરાવતા હતા અને તેઓ સરહદ તરફ જઈ રહ્યા હતા. “આતંકવાદી હુમલો કર્યા પછી, ગુનેગારો રશિયન-યુક્રેનિયન સરહદ પાર કરવાનો ઇરાદો ધરાવતા હતા, અને યુક્રેનિયન બાજુએ તેમના યોગ્ય સંપર્કો હતા,” FSB એ જણાવ્યું હતું.

યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કિવને હુમલા સાથે “કંઈ લેવાનું નથી” જ્યારે તેની લશ્કરી ગુપ્તચરોએ આ ઘટનાને રશિયન “ઉશ્કેરણી” ગણાવી હતી અને આરોપ મૂક્યો હતો કે તેની પાછળ મોસ્કોની વિશેષ સેવાઓ છે.ઇસ્લામિક સ્ટેટ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે તેના લડવૈયાઓએ મોસ્કોની બહારના વિસ્તારમાં પર હુમલો કર્યો.

આર્મીના યુનિફોર્મમાં સજ્જ હુમલાખોરોએ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો, ગોળીબાર કર્યો અને ગ્રેનેડ બોમ્બ ફેંક્યા. વીડિયોમાં હોલમાંથી નીકળતી જ્વાળાઓ અને કાળા ધુમાડાની તસવીરો જોવા મળી હતી. ત્રણ હેલિકોપ્ટર આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં સામેલ હતા, વિશાળ કોન્સર્ટ હોલ પર પાણી ડમ્પિંગ કર્યું હતું.

જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં આ સૌથી મોટો હુમલો છે. More than 82 people have been killed in a terrorist attack in the #Moscow region. 121 people are in hospital, among them – 5 children. મોસ્કોમાં સવારથી જ લોકો ઘાયલોને માટે જરૂરી બ્લ્ડ ડોનેટ કરવા લાઈનમાં ઉભા રહી ગયા છે. 

ક્રોકસ સિટી હોલના કોન્‍સર્ટ હોલમાં કોન્‍સર્ટ માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન આતંકવાદીઓ હોલમાં ઘૂસી ગયા અને લોકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ પછી તેઓએ બિલ્‍ડિંગને આગ લગાવી દીધી. આ હુમલાની જવાબદારી ISIS સંગઠને લીધી છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર સ્‍થિતિને કાબુમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને તેમણે આતંકીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્‍ટરની પણ મદદ કરવામાં આવી હતી. ૫૦થી વધુ એમ્‍બ્‍યુલન્‍સ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્‍તોને હોસ્‍પિટલ લઇ જવામાં આવ્‍યા હતા.

અહેવાલો અનુસાર, થોડા દિવસો પહેલા અમેરિકાએ આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે તેમના નાગરિકોને મોસ્‍કોમાં સામૂહિક મેળાવડામાં ન જવાની સલાહ આપી હતી.

અમેરિકાએ આ આતંકવાદી હુમલાને લઇને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે મોસ્‍કોમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં યુક્રેનની ભૂમિકાના કોઇ પ્રારંભિક સંકેત મળ્‍યા નથી. સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાને ‘જઘન્‍ય અને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો’ ગણાવીને તેની આકરી નિંદા કરી હતી.

ફ્રાંસના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોને પણ આતંકી હુમલાની નિંદા કરતા કહ્યું કે ફ્રાંસ ગોળીબારના પીડિતોની સાથે એકજૂથતામાં ઉભું છે. ઇટાલીના વડા પ્રધાન જ્‍યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે ‘મોસ્‍કોમાં નિર્દોષ નાગરિકોની હત્‍યા અસ્‍વીકાર્ય છે.’ તેઓ આ હુમલાના પીડિતોની સાથે છે.

રાષ્‍ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્‍તા જ્‍હોન કિર્બીએ જણાવ્‍યું હતું કે અમેરિકા હજી પણ માહિતી એકઠી કરી રહ્યું છે. આ ગોળીબારમાં યુક્રેન કે યુક્રેનના કોઈ પણ લોકો સંડોવાયેલા હોવાના કોઈ સંકેત મળ્‍યા નથી.

મીડિયા રિપોર્ટ્‍સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ૫ હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્‍યો છે. રશિયન સરકારી મીડિયાના જણાવ્‍યા અનુસાર, કોન્‍સર્ટ શરૂ થાય તે પહેલાં અજાણ્‍યા શખ્‍સો ક્રોકસ સિટી હોલમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, હોલમાં ફાયરિંગ બાદ ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્‍યો હતો.

પ્રખ્‍યાત રશિયન રોક બેન્‍ડ ‘પિકનિક’ ના કોન્‍સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં ભીડ એકઠી થઈ હતી ત્‍યારે આ હુમલો થયો હતો. આ હોલમાં ૬ હજારથી વધુ લોકો બેસી શકે છે. લડાકુ જેવા પોષાકમાં ઓછામાં ઓછા પાંચ માણસો કોન્‍સર્ટ હોલમાં પ્રવેશ્‍યા અને ગોળીબાર કર્યો.

એ આ આતંકવાદી હુમલા અંગે દાવો કર્યો છે, પરંતુ તેની કોઇ પુષ્ટિ થઇ શકી નથી. મોસ્‍કોના મેયર સર્ગેઇ સોબ્‍યાનિને આ હુમલાને મોટી દુર્ઘટના ગણાવી હતી. રશિયાની ટોચની તપાસ એજન્‍સી ગોળીબાર, વિસ્‍ફોટ અને ગોળીબારની તપાસ આતંકવાદી હુમલા તરીકે કરી રહી છે. તપાસ સમિતિએ કહ્યું કે તેણે આરોપોની ગુનાહિત તપાસ શરૂ કરી છે, પરંતુ એ નથી જણાવ્‍યું કે આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે.

હાલ મોસ્‍કો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્‍યું છે અને ટ્રેનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ મોસ્‍કોમાં પણ જાહેર સ્‍થળો પર લોકોને એકઠા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.