Western Times News

Gujarati News

કસ્ટડીમાંથી કેજરીવાલે દિલ્હીની સરકાર ચલાવવાનું શરૂ કર્યું

કેજરીવાલે શહેરમાંથી પાણી અને ગટરની સમસ્યા દૂર કરવા કહ્યું છેઃ મંત્રી આતિશીએ મોરચો સંભાળ્યો છે

નવી દિલ્હી,  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ઈડીની કસ્ટડીમાં છે અને તેમણે જેલમાંથી જ સરકાર ચલાવવાનું પણ શરૂ કરી દીધું છે. કેજરીવાલે જેલમાંથી પ્રથમ ઓર્ડર આપ્યો છે જેમાં શહેરમાં પાણી અને ગટરની સમસ્યા દૂર કરવા કહ્યું છે. સીએમ કેજરીવાલે એક નોંધ દ્વારા પાણી વિભાગ માટે આદેશો જાહેર કર્યો છે.

દિલ્હીની શરાબનીતિમાં લાંચ લેવાના આરોપસર કેજરીવાલને પકડવામાં આવ્યા છે. ૨૧ માર્ચે ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે (૨૪ માર્ચ) જેલમાંથી પોતાનો પહેલો આદેશ જારી કર્યો હતો. તેમણે જળ વિભાગને સૂચનાઓ આપી હતી. ૨૨ માર્ચે કેજરીવાલ કોર્ટમાં હાજર થયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે. જરૂર પડશે તો જેલમાંથી જ સરકાર ચલાવશે. દિલ્હીના જળમંત્રી આતિશિએ પત્રકારોને કેજરીવાલનો ઓર્ડર દેખાડ્યો હતો

અને કહ્યું કે તેઓ કોઈ પણ સ્થિતિમાં કામ કરવા માટે તૈયાર છે. કેજરીવાલે દિલ્હીના જે વિસ્તારોમાં પાણીની અપૂરતી વ્યવસ્થા છે ત્યાં વધારાના ટેન્કર દોડાવવાની સૂચના આપી છે. જરૂર પડે તો લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાની મદદ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. આતિશીએ Âટ્‌વટર પર જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ પોતાને દિલ્હીના મુખ્યમંત્રી નહીં પરંતુ દિલ્હીના રહેવાસી તરીકે ગણે છે. તેથી એક પિતા અને ભાઈ હોવાના નાતે તેમને પાણી પૂરવઠાની ચોવીસે કલાક ચિંતા રહે છે.

આતિશીએ કહ્યું કે, દિલ્હીમાં આપની પાર્ટી ઓફિસને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી ચાલતી હોય તે દરમિયાન કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીના કાર્યાલયમાં લોકોની એન્ટ્રીને કેવી રીતે રોકી શકાય તેવો સવાલ આતિશીએ કર્યો છે. અરવિંદ કેજરીવાલ માટે હાલમાં સમસ્યાઓનો કોઈ અંત નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો હતો.

તે પ્રમાણએ કેજરીવાલ ૨૮ માર્ચ સુધી ઈડ્ઢના રિમાન્ડ પર છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, અમારે હાલમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ અમે આમાંથી કામ કરવાનો પ્રયાસ કરીશું. આજે હોળી અને ત્યાર પછી ધૂળેટીની રજા છે. તેથી કોર્ટ બુધવારે જ ખુલશે ત્યારે કેસની સુનાવણી થશે. ત્રણ દિવસ અગાઉ ઈડીએ રાતે ૧૦ વાગ્યાની આસપાસ જઈને કેજરીવાલને પકડ્યા ત્યારે નાટ્યાત્મક દૃશ્યો સર્જાયા હતા. કેજરીવાલના પરિવારનું કહેવું છે કે તેઓ માત્ર ઓઢવા માટે ધાબડો અને કેટલીક દવાઓ લઈને કસ્ટડીમાં ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.