Western Times News

Gujarati News

માતા-પિતા મોબાઈલમાં મસ્ત હોય એટલે છોકરાઓ ધ્યાન ખેંચવા તોફાની બને છે

Distracted parents

શું તમે બીજાનો ગુસ્સો તમારા બાળક ઉપર ઉતારો છો ?

મારો તન્મય બહુ જ તોફાની છે. તોફાન તો એટલા કે એને બહાર લઈ જવો હોય તો સો વાર વિચાર કરવો ડે, એક જગ્યાએ બેસવું ગમે નહીં અને બોલવાનો એટલું જોઈએ કે સામેની વ્યક્તિ તેના સવાલોના જવાબ આપીને થાકી જાય. વળી માત્ર બોલતો હોય તો તો ચાલે પણ તોફાનેય એટલો જ કરે. દોડાદોડી કરી મૂકે, પછી મને ગુસ્સો આવે એટલે મારો હાથ ઉપડી જાય.

આસરે ચાર વર્ષથી લઈને સાતથી સાત વર્ષ સુધી લગભગ દરેક બાળકોની માતાને આ સમસ્યા રહેતી હોય છે. ચારથી સાત વર્ષ એ ઉંમર જ એવી છે જયારે બાળકોની સમજણ એ હસ સુધી ડેવલપ નથી થઈ હોતી કે તે જે તોફાન કરી રહ્યો છે તે તોફાન ન કરવા જોઈએ તેની સમજણ હજી ડેવલપ નથી થઈ હોતી. તમે ઘણીવાર નોટીસ કરજો કે તમારું બાળક કોઈ પ્રકારનું તોફાન કરે કે અણછાજતું બોલે અને તમને એની ઉપર હસવું આવે તો બાળક એ વસ્તુ રિપીટ કર્યા કરશે.

તે પોતાના નજીકના લોકોને પોતાના કોઈ કાર્યથી હસતા જુએ એટલે એને એવું લાગે કે તેણે કરેલું કાર્ય સારું હતું, અથવા તો તેણે કરેલા કાર્યથી સામેની વ્યક્તિ રાજી થઈ તો એ તમને રાજી કરવા અથવા તો તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા વારંવાર એ કાર્ય કર્યા કરશે જેનાથી તમે હસ્યા હોવ અથવા તો જેનાથી તમે એની તરફ ધ્યાન આપ્યું હોય, અમૂક ઉંમરે બાળક તમારા વર્તન ઉપર આધારિત હોય છે.

એથી હંમેશા એવું વર્તન રાખવું જેનાથી એને પોતાના માટે લાગણીનો અનુભવ તો થાય જ સાથે સાથે એવો અંદાજો પણ આવે કે પોતે કદાચ તોફાન કરી રહ્યો કે રહી છે એ તમને નથી ગમ્યું. આના માટે બાળકને મારવું કે ડર બતાવવો યોગ્ય નથી.

વળી મોટાભાગની માતાને પોતાના બાળક ઉપર બીજાનો ગુસ્સો ઉતારવાની ઘણી આદત હોય છે. તમારું બાળક તોફાન કરી રહ્યું છે એ તમને નથી ગમતું એ વાત ખરી પણ તમે શાંતીથી વિચારશો તો તમને અંદાજો આવશે કે તમારા બાળકને બીજા કોઈ ટોકે અથવા તો તેના કારનામાંથી બીજાં શું કહેશે એવું વિચારીને વધારે મારતા હોવ છો.

બીજાનો ગુસ્સો બાળક ઉપર ન ઉતારશો: સ્ત્રીઓમાં એક આદત સૌથી કોમન હોય છે, ઘરમાં કોઈ સમસ્યા થઈ હોય અને એવે સમયે જો બાળક હડફેટે આવી જાય તો લગભગ બધો જ ગુસ્સો બાળક ઉપર ઉતરી જતો હોય છે. મોટાભાગની સ્ત્રી આવું જ કરતી હોય છે, બીજાનો ગુસ્સો પોતાના બાળકને ખુબ વઢીને કે મારીને તે એની ઉપર ઉતારતી હોય છે.

પછી ભલે તેને અઢળક પસ્તાવો થાય પણ પહેલા તે એકશન તો લઈ જ લે છે. આવું ન કરવું. આમ કરવાથી બાળ માનસ ઉપર ખરાબ અસર પડી શકે છે. તમે ગુસ્સે હોવ કે દુઃખી હોવ ત્યારે જ બાળક તોફાન કરતું હોય તો તેનાથી દૂર રહો, અથવાતો બે મિનિટ માટે મનને શાંત કરીને વિચારી જુઓ, ખરેખર તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવવા માગો છો? જે બાળક તમારી હાલત વિશે અજાણ છે, જેની અંદર એટલી સમજણ જ નથી એની ઉપર બીજાનો ગુસ્સો ઉતારવાનો શું મતલબ ?

બાળક શું કહેવા માંગે છે તે સમજો ઃ તમારું બાળક ખૂબ તોફાન કરી રહ્યું છે, અથવા તો અનેક સવાલો કરી રહ્યું છે, તમારું ધ્યાન આકર્ષિત કરવા કારનામાઓ કરી રહયું છે તો એ ખરેખર કેમ એમ કરી રહ્યું છે તે જાણવા પ્રયત્ન કરો. ઘણીવાર તમે માર્ક કર્યું હશે કે તમે કોઈ સાથે ફોન ઉપર વાત કરતા હોવ અથવા તો ફોનમાં વ્યસ્ત હોવ ત્યારે બાળકો વધારે પડતાં જ તોફાન કરવા લાગે, આ સમયે આપણને ગુસ્સો આવે પણ એ ખરેખર તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષવા એમ કરી રહ્યું હોય છે.

એ સમયે એના ઉપર ગુસ્સે થવાને બદલે એને સમજવા પ્રયત્ન કરો. એની વાત જાતો. એ શું કહેવા કે કરવા માંગે છે એ જાણી એને મારવાને બદલે એના પ્રશ્રોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો. અંતે માત્ર એટલું જ કે તમારા બાળકને જેટલું બાળક સાથે પ્રેમથી કામ લેશો એટલું જ જલદી તમારું કામ થશે. બાળકો તમારા પ્રેમના ભુખ્યા હોય છે એને વગર સમજયે મારવાને બદલે કે ગુસ્સો કરવાને બદલે તેને સમજવવાનો પ્રયત્ન કરવો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.