Western Times News

Gujarati News

કોરોના પેશન્ટ નંબરઃ ૧૦૮-“મહાસત્તા કરતાં મહામારી ભારે અને બળવાન છે !”

“તકલીફો અને દુઃખદ પરિસ્થિતિઓ આપણને એવી રીતે ઘેરી વળે છે કે જીવવા જેવી ઝિંદગી આપણને ‘કારમી ગુલામી’ જેવી અઘરી લાગે છે !!”

“કોરોના એ તક ઝડપીને દુનિયાભરમાં બી પોઝીટીવની જાન-દાર અને શાનદાર એન્ટ્રી કરી હતી. જે લોકો પોતે બી પોઝીટીવ વિચારધારાના ઉપાસક- ઉપદેશક હોવાનું ગૌરવ ધરાવતા તે સૌ કોરોના કાળમાં ‘પોઝિટિવ’ શબ્દથી ગભરાવા લાગ્યા- આ કોરોનાએ ‘પોઝિટિવ’ અને ‘નેગેટિવ’ ના સંદર્ભો જ બદલી નાંખ્યા હતાં !!”

“તારક મહેતાના ઉલટાચશ્માંની શરૂઆતની ૧૭ (સત્તર) સિરિયલોમાં દયા (દિશા વાકાણી)ના ડાયલોગ લખનાર લેખકની પ્રથમ હાસ્ય નવલકથા ઃ ‘ લવ યુ જિંદગી’માં લેખક વિચારોનું ચગડોળ એવું તો ધૂમાવે છે કે આપણને હસતાં – રડતાં- રમાડતાં કરી દે છે. ગલીપચીથી કેવળ હાસ્ય જ નહીં પણ કરૂણા પણ થતી હોય છે !”

“જિંદગીને કોÂમ્પ્લકેટેડ કરી દેવાનો આપણને સૌને શોખ હોય છે. એવો જ શોખ જિંદગીને કોÂમ્પ્લકેટેડ નહીં કરવાનો હોય તો જિંદગી ખુદ સૌને સલામ કરતી ન થઈ જાય ?… જીવન જેટલું સહજ, સરળ અને નિર્મળ હોય છે તેટલું જ વધારે આપણે તેને ગૂંચવી નાંખતા હોઈએ છીએ. ઘણીવાર એવું લાગે કે જીવનમાં આપણે માત્ર બે જ કામ કરીએ છીએ- તકલીફો અને મુસીબતોને હાથે કરીને ઉભી કરીએ છીએ અને પછી એજ તકલીફો અને મુસીબતોનો ઉકેલ લાવવામાં સમય ખર્ચી નાખીએ છીએ.

સરવાળે જે બચે છે તે સરવૈયાનો અફસોસ કર્યા કરીએ છીએ.. જીવનમાં સારાં કામ કર્યા હોય, મહેનત અને નિષ્ઠા પૂરેપૂરી હોવા છતાં શા માટે ઘણીવાર મુસીબતો, તકલીફો અને દુઃખદ પરિસ્થિતિઓ આપણને એવી રીતે ઘેરી વળે છે કે જીવવા જેવી જિંદગી આપણને ‘કારમી ગુલામી’ જેવી અઘરી લાગે છે. આવું શા માટે થાય છે ? આપણે ક્યાં ખોટા છીએ? શું આ ગડમથલનો ઉકેલ છે ? એ માટે આપણે શું કરવું પડે ?

જવાબ છે હા… ઉકેલ છે ! બહુજ સરળ. જરૂર છે માત્ર જીવનમાં બિનજરૂરી ઝડપ ઓછી કરીને, જરા રોકાઈને, શાંતિથી વિચારવાની- જીવનને હળવાશથી લઈને, દરેક સ્થિતિનો હાથ ખુલ્લા રાખીને ‘જિંદગી હું તને ચાહું છું’ કહીને સ્વીકાર કરવાની તૈયારીમાં જ આના ઉકેલનો જવાબ છુપાયેલો છે. પોઝિટિવિટી એ માત્ર શબ્દ નથી. પોઝિટિવિટી તો જીવન જીવવાનો એક એવો અભિગમ છે

જેનાથી જિંદગીનાં કોઈપણ પ્રશ્નો, વાવાઝોડાં, મુસીબતો ગાયબ થઈ જ જાય !! પ્રયન્ત કરી જુઓ… આવું લખનાર અને કહેનાર એક મસ્ત ઈન્સાન જે ૧૯૭૪ થી ર૦૦૪ સુધી (ત્રીસ વર્ષ સુધી) અમદાવાદની ગોમતીપુરમાં આવેલી ડેમોક્રેટીક હાઈસ્કુલમાં શિક્ષક તરીકે રહયાં હતાં.

તે પછી અઢારેક દૈનિકો- સામયિકોમાં લેખન કાર્ય કરતાં રહયાં અને કરી રહયાં છે અને જેમના આજ સુધીમાં બાવીસ પુસ્તકો (રર પુસ્તકો) જન્મ્યાં છે, જેમાં સંવેદનાત્મક આત્મકથાઓ (સત્ય કથાઓ) હાસ્ય લેખો, બાળ હાસ્ય કથાઓ, ભાવનાત્મક અનુવાદો, પ્રેમનાં મેઘધનુષી લેખો, ગઝલો, મૈત્રીનો મહામંત્ર પ્રગટાવતા લેખો, રાજકીય વ્યંગોના લેખો તો લખાયા જ છે –

તદઉપરાંત વર્ષ ર૦ર૦માં જયારે કોરોના નામના સાવ અજાણ્યા વાઈરસે દુનિયાભરમાં જે તોફાનનો કરૂણ તાંડવ મચાવેલો અને જેના આફટર શોક્સ ર૦રર માંય ચાલુ હતાં ત્યારે કોરોનાગ્રસ્ત સમાજ અને કોરોનામુકત સમાજ- એમ બે પ્રકારની માનસિકતા ધરાવતો વિશાળ સમાજ નજરે ચઢયો. કોરોનાગ્રસ્ત લોકો તબીબી ભાષામાં ‘પોઝિટિવ’ સાબિત થયાં અને કોરોનામુક્ત લોકો ‘નેગેટિવ’!

આજે હકારાત્મકતા કે સકારાત્મકતા કે પોઝિટિવિટી- જે નામ આપો તે એનો વાઈરસ પણ ધૂમ મચાવી રહયો છે ! નેશનલ લેવલે અને ઈન્ટરનેશનલ લેવલે ! સંખ્યાબંધ ઈÂન્સ્પરેશનલ ગુરુઓ અને મોટિવેશનલ ગુરુઓ પોતપોતાની પ્રસિÂધ્ધ અને આર્થિક આવક ઉભી કરવાની કુનેહ મુજબની હાટડીઓ ખોલીને બેસી ગયાં છે અને તે બધા ચોવીસે કલાક એક જ મંત્ર જાપ કરાવતા રહે છે કે ! (બી પોઝીટીવ !)…

કોરોના એ પણ આવા માહોલમાં તક ઝડપીને દુનિયભરમાં (બી પોઝીટીવ)ની જાનદાર અને શાનદાર એન્ટ્રી કરી હતી. જે લોકો પોતે પોઝિટિવ વિચારધારાના ચુસ્ત ઉપાસક અને ઉપદેશક હોવાનું ગૌરવ ધરાવતા તેઓ કોરોનાકાળમાં ‘પોઝિટિવ’ શબ્દથી ગભરાવા લાગ્યા અને આજદિન સુધી નેગેટિવિટીને નફરત કરવાનું કહેતાં તેઓ બધાંજ પોતે ‘નેગેટિવ’ છે એનો આનંદ માણવા લાગ્યા. આ કોરોના એ ‘પોઝિટિવ’ અને ‘નેગેટિવ’ ના સંદર્ભો જ બદલી નાંખ્યા.

તા !! આમ ‘પોઝિટિવ’ ને દુઃખ અને ‘નેગેટિવ’ને સુખનો અનુભવ કરાવતી ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથાના લેખક સાહિત્યના વિષયમાં એમ.એ. એમ.ઈડી. અને પીએચ.ડી.ની ડીગ્રી ધરાવનાર ભાઈશ્રી હર્ષદ પંડ્યા- તખલ્લુસ ‘શબ્દપ્રીત’ જેમનો ‘શબ્દ’ એ પહેલો પ્રેમ અને ‘અર્થ’ એ એમનો બીજો પ્રેમ, એમાંથી પ્રગટતા કાવ્યો, ગીતો, ગઝલો, હાસ્યો અને સંવેદનાઓ ઉપરાંત પ્રથમ હાસ્ય નવલકથા નામ છે ઃ

‘ લવ યુ જિંદગી’ને લેખક વિચારોનું ચગડોળ એવું તો ઘૂમાવે છે કે તેથી આપણને હસતાં- રડતાં- રમાડતાં કરી દે છે. ગલીપચીથી કેવળ હાસ્ય જ નહીં પણ કરુણા પણ થતી હોય છે (એક જમાનામાં ચીનમાં ગુનેગારને કડકમાં કડક સજા માં સતત ગલીપચી કરી ગુનેગારને રડાવી રડાવી હંફાવવાનો નિત્યક્રમ રહેતો અને આખરે એજ ગલીપચી થીયરી એના મોતનું અંજામ બની રહેતું ) તેવું અધ્વિતીય એકસો પંચોતેર પાનાંનુ પુસ્તક વાંચતા લાગે છે કે આપણને હર્ષદભાઈએ ઈન્ટરવલમાં મૂકીને છોડી દીધાં-

હજી કંઈક આગળ આવશે તો ખરું એ આશાએ ‘શબ્દપ્રીત’ જો આગળ વધેને જીવનના નાટયગૃહનો પડદો ફરી ઉંચકાય તો એ પણ એક શિક્ષક ધ્વારા થતી સમાજ સેવા તો છે ને ? ગીતામાં કહયું છે ને ઃ “યજ્ઞ, તપે તથા દાને વર્તે તેને સત કહે તે માટે જે થતાં કર્મો તે બધાં પણ સત કહયાં !!”

‘શબ્દપ્રીત’ના આ પુસ્તકમાં તે પોતે એક માનસિક ચિકિત્સક તરીકે પણ ભૂમિકા ભજવે છે ત્યારે લાગે છે કે એમના અત્યંત તંદુરસ્ત દિમાગમાં કેટલા બધાં ખાનાઓ હશે કે જ્યારે તે જે ઈચ્છે ત્યારે જે તે વિષય ઉપરનો રસથાળ વાચકને પીરસી શકે છે !! સાવ મફતના ભાવની બોલપેનમાંથી ટપકતાં શબ્દોને કાગળમાં પાડી કેવા ફૂલો ઉગાડી શકે છે તે તેમની હસ્તકલાનો શાનદાર- યાદગાર સામાજીક સેવાનો એક શોખ બની રહયો છે !!!

અમદાવાદ જિલ્લાનું ખોબા જેવડું ગામ નામે પરઢોલ- જેની ધરતી પર જન્મેલા ને મેગાસિટી અમદાવાદમાં સ્થાયી થયેલાં આ વ્યક્તિના પરિચયે એક વાત સમજાઈ કે આંબા ગામડાંમાં જ ઉગે.. શહેરમાં તો બાવળ ! તારક મહેતાના ઉલટા ચશ્માની શરૂઆતની સત્તર (૧૭) સિરિયલોમાં દયા- (દિશા વાકાણી)ના ડાયલોગ લખનાર આ શબ્દપ્રીત વ્યવસાયે હાસ્યની શતરંજ ઉપર શાનદાર શબ્દોના પાસા ધ્વારા રમત રમનાર ખેલાડી છે.. તો ચાલો ગુજરાતી સાહિત્યની એમની આ પ્રથમ હાસ્ય નવલમાંની થોડીક રત્નકણિકાઓ માણીએ!!

કોરોના શબ્દ ગ્રીક ભાષાના ‘કોરોન’ પરથી આવ્યો છે. જેનો અર્થ મુગુટ અથવા તો ફૂલોનો ગોળ દડાકાર હાર જેવો થાય છે. જેનો અર્થ મુગુટ થતો હોય એ રોગ કાંઈ જેવો તેવો ના હોય ! યથાનામઃ તથાગુણાઃ ! પૂરા વિશ્વમાં કોરોનાએ વગર વિમાને વગર રોકેટે કે વગર મિસાઈલે પોતાનો પ્રવેશ એટલા શક્તિશાળી વેગથી મેળવી લીધો કે પોતાને મહાસત્તા તરીકે ઓળખાવવા માટે જે દેશો રાત’દાડો એક કરી રહયા હતા

એય કોરોનાને રોકવા અશક્તિમાન બની ગયા. કોરોનાએ આંખ મિચકારી ઈશારા-ઈશારાથી આ તમામ દેશોના વામણા શાસકોના તકલાદી અહમ્‌ ને ચોટ પહોંચાડતા કહી દીધું કે આજે તો મેં તમને સૌને મારી સત્તાથી ડરાવી દીધા છે. મહાસત્તા કરતાં મહામારી ભારે અને બળવાન છે !!

વરસો પહેલાં સુપ્રસિધ્ધ ફ્રેન્ચ લેખક રૂસો એ પૂરી માનવજાત ને ધ્યાનમાં રાખીને એક પડકાર ફેંકેલો કે ‘બેક ટુ નેચર’- કુદરત તરફ પાછા વળો. પરંતુ એ પછી પૂરી માનવજાતે રૂસોની ઈચ્છા મુજબ કુદરત તરફ પાછા વળવાને બદલે કુદરતનેય ક્યારેક હાંફી જવાની વેળા આવી જાય એટલી હદે એને ઓવરટેઈક કરી આગળને આગળ દોડવાનું ચાલુ રાખ્યું.

હવે દુનિયાને ખબર પડી ગઈ છે કે જેને પ્રગતિ સમજતાં રહયાં એ તો અધોગતિ નીકળી અને જેને વિકાસ માનતા તે તો રકાસ સાબિત થયો !! દુનિયામાં આટલા બધાં ધર્મસ્થાનો, આરોગ્ય સ્થાનો, અને ન્યાય સ્થાનોનો આજે જેટલી હદે વિકાસ થઈ રહયો છે એનો સંપૂર્ણયશ માણસજાતની ચવળ ચંડાઈને ફાળે જાય છે !!

વર્ષ ૧૯૬૪માં ડો જૂન આલ્મેડાનું ‘બ્રિટિશ મેડિકલ જર્નલે’ રિસર્ચ પેપર પ્રગટ કર્યું ત્યારે પૂરી દુનિયાએ સ્વીકાર્યું કે કોરોના વાઈરસ એ ખરેખર કોઈ નવો જ વાઈરસ છે. આવા કોઈ નવતર વાઈરસની શોધ થતી હોય ત્યારે સામાન્ય રીતે આમ આદમીને કોઈ ફરક પડતો નથી. માત્ર મેડિકલ ફિલ્ડમાં એની નોંધ લેવાય એટલું જ ! પણ મનુષ્ય થોડો અવળચંડો છે, જયાં સુધી એને નાનો-મોટો કોઈ ચમત્કાર ના થાય ત્યાં સુધી એ નમસ્કાર શબ્દનો અર્થ સમજતો નથી.

જે વાઈરસ ૧૯૬૪માં શોધાયેલો એની દુનિયાએ આટલા વરસોમાં સહેજપણ ગંભીરતાથી નોંધ લીધી નહીં અને ર૦ર૦માં ત્યારે જ એની નોંધ લેવાઈ જયારે પૂરી દુનિયામાં એણે હાહાકાર બોલાવતું તાંડવનૃત્ય શરૂ કરી દીધું. એનેય એકવીસમી સદીનો વિકાસ અને વિકાસશીલ દુનિયા જોવાનાં સપનાં તો હોય ને ??!

આપણે સૌએ કોરોના ના સમયે મુંબાઈનો મિજાજ કેવો જોયો ? કડકમાં કડક લોકડાઉનમાં પણ એણે પોતાનું ધબકવાનું બંધ નથી કર્યું… હા… ધબકતા રહેવાના અલગ અલગ વિસ્તારો એણે બદલ્યા છે !! જયારે અમદાવાદે ?.. અમદાવાદે જયાં સુધી બધું નોર્મલ ના થઈ જાય ત્યાં સુધી બધાંએ બધુ જ વર્ક ફ્રોમ હોમ જ કરવાનું. દુનિયા આખીમાં ગુજરાતીઓ જ એવા લોકો છે જે પરમાર્થની સાથે સાથે સ્વાર્થ કરવાનું પણ વિચારી શકે- જોકે ભૌગોલિક સ્થિતિ આ માટે કારણભૂત છે.

મુંબાઈમાં દરિયો છે. અમદાવાદમાં નદી અને કાંકરિયું તળાવ છે. દરિયો બંધિયાર ન હોય !.. હોય ? જી… ના ! સાબરમતીનું પાણી ચોમાસા સિવાય બંધિયારને બંધિયાર જ રહે છે. દરિયો વિશાળતાનું પ્રતીક છે. એને તટ, કાંઠા કે કિનારામાં બંધાઈ રહેવું પડતું નથી. જયારે નદી કે તળાવને તટ, કાંઠા કે કિનારાના બંધનમાં બંધાઈ રહેવું પડે છે ! આમ દરિયાના સત્સંગમાં રહેતો કોઈપણ મનુષ્ય સ્વભાવે દરિયાદિલ બની જ જતો હોય છે. દરિયાદિલી અને તળાવદિલી વચ્ચે ફરક ખરો કે નહીં? તેથી જ સ્તો કડકમાં કડક લોકડાઉનમાં મુંબાઈગરા એ ધબકવાનું બંધ નો’તું કર્યું !!

આ મહામારીના સમયે પેરામેડિકલ સ્ટાફમાં જે સભ્યોને રિકોલ કરવામાં આવેલા એ સૌને સેમિનાર રૂમમાં એકઠાં કરવામાં આવ્યાં- સોશિયલ ડિસ્ટન્સિંગનો પૂરતો ખ્યાલ રાખી ખુરશીઓ વચ્ચે પાંચેક ફૂટનું અંતર રાખવામાં આવેલું. ડિપાર્ટમેન્ટના હેડ બોલ્યાંઃ તમે સૌએ જે પ્રકારના દર્દીઓની સેવા કરી છે એમાં અને હવે તમે જે દર્દીઓની સેવા કરવા જઈ રહયાં છો એમાં, ખાસ્સો ફરક છે.

કોરોના વાઈરસ જે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના નામે ઓળખાય છે એ રોગની અસર એટલી ભયાજનક છે કે ફેલાઈ રહેલાઓના એમની જીવલેણ અસર જોઈને દર્દીની સેવા કરનાર કાલ્પનિક બીમારીનો ભોગ પણ બની જાય છે. તમને એટલું જ કહેવાનું કે સૌ દર્દીઓમાં તમે તમારા ઈષ્ટદેવ કે ઈષ્ટદેવીનું દર્શન કરજો. ટ્રીટમેન્ટને તમારી પૂજા માનજો. અને દર્દીઓ સાથે જે સંવાદ કરો એને ઈશ્વરની પ્રાર્થના તરીકે સ્વીકારજો.

ન‹સગની કુળદેવી તરીકે ઓળખાતી ફલોરેન્સ નાઈટિંગલને હંમેશા નજર સામે રાખજો. એણે કહયું છે ઃ- દર્દી અને નર્સ વચ્ચે એક ઋણાનુંબંધ હોય છે. સંબંધ સેતુ હોય છે. સગાઈ લોહીની જ હોય એવું નથી હોતું, વિશ્વાસનું પણ એક સગપણ હોય છે. ફલોરેન્સ નાઈટિંગલના હાથમાં એક દીવો હતો, તમારા હાથમાં દવાનો દીવો છે. જેમાંથી ઉપચાર અને આસ્થાનું અજવાળું પ્રગટે છે, એ આસ્થા કે જે તમારા દર્દીએ તમારામાં મૂકી છે !! એ આસ્થાના અજવાળાને વધારે ઉજળું કરજો !

ટ્રીટમેન્ટ શરૂ કરો તે પહેલાં પરમતત્વને પ્રાર્થના જરૂર કરજો કે તમારા દર્દીને સ્વસ્થ એવું નવજીવન મળે ! અને તમને સેવા કરવાનું બળ મળે ! સેવા કરનારા વ્યક્તિના શ્વાસમાં સામેની વ્યક્તિના જીવન શ્વાસને ટકાવી રાખવાનો નિઃશબ્દ ધ્વનિ સમાયેલો હોય છે !!!… તો પછી લેખક લખે છે કોરોના સમયમાં સમાજે શું ખોયું ?
(૧) ક્યાંક રોજીરોટી છીનવાઈ. કયાંક જિંદગી છીનવાઈ. (ર) દેશનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું.

(૩) મનુષ્ય એ પોતાની નાÂસ્તકતા ખોઈ. (૪) જીવન પ્રત્યેની બેફિકરાઈ ગુમાવી. (પ) ગામ-ગપાટા- નિંદા- ટીકાની પ્રવૃત્તિમાં વેડફાતો સમય ગુમાવ્યો. (૬) વ્યસનો, હોટેલ્સનું ખાવાનું, મલ્ટિપ્લેકસ થિયેટરમાં મનોરંજન ગુમાવવું પડ્યું. (૭) રજાના દિવસે લોન્ગ ડ્રાઈવનો આનંદ ગુમાવવો પડ્યો… અને તો પછી એ સમયમાં સમાજે મેળવ્યું શું ?

(૧) લોક ડાઉનના પ્રતાપે સંતાનોએ મા-બાપનો ફુલટાઈમ સાથ- સહવાસ મેળવ્યો. પ્રેમ મેળવ્યો. વિશ્વાસ મેળવ્યો ! (ર) ગૃહતંત્ર સ્થિર બનવા લાગ્યું ! (૩)પરસ્પરને મદદરૂપ બનવા માટેના આગ્રહો વધ્યાં. એકબીજા વચ્ચે ફોન ધ્વારા સમાજ સેતુ સર્જાયો ! (૪) સમાજ શ્રધ્ધા, ભક્તિ અને ધર્મ તરફ વળ્યો. વધુને વધુ આÂસ્તક બન્યો ! એકબીજા પ્રત્યે માનવપ્રિય બન્યો !

(પ) વૈચારિક પર્યાવરણ શુધ્ધ થયું – જે સમય વેસ્ટ થતો તો એ સમય કોઈને કોઈ સર્જનાત્મક વૃત્તિ- પ્રવૃત્તિમાં ઈનવેસ્ટ થવા માંડ્યો. મિત્રોઆ બહુ જ મોટો પ્રોફીટ છે ! (૬) ઘરનો શુધ્ધ- સાÂત્વક ખોરાક ઈષ્ટદેવને થાળરૂપી ધરાવી પ્રસાદરૂપે જમવા મળ્યો ! સ્થગિત થઈ ગયેલા ઘરેલુ સંબંધોને ક્રિયાÂન્વત કર્યાનો અનુપમ લાભ મળ્યો.

(૭) ઘરના સભ્યો માટે સમજશક્તિ, વિચારવહનશક્તિ ને સહજ રૂપે સ્વીકારી લેવાની કળાનો વિકાસ થયો. (૮) પુરુષ પણ ગૃહસ્થજીવનમાં ઘરેલું જવાબદારીઓ સ્વીકારવામાં સ્ત્રી સમોવડો બની શકે છે એ કોરોના તરફથી મળેલી મોટી ગિફટ છે ! (૯) વાંચન- વિચાર શક્તિના વિકાસે જીવનનું મૂલ્ય સમજાયું પરિણામે છુપાયેલી કેટલીક સર્જનાત્મક શક્તિઓનો અને જવાબદારીઓમાં સાÂત્વક પરિવર્તન આવ્યું !

ખિડકી-મનોચિકિત્સકોનું કહેવું છે કે દરદીને જેટલી અસર દવા કરે છે એનાં કરતાંય વધારે પોઝિટિવ ઈફેક્ટ પેશન્ટ સાથે ડોકટર કે કેરટેકરના ઈમોશનલ અને ફેમિલિયર બિહેવિયરથી પડતી હોય છે ! ચિકિત્સક અને દર્દી વચ્ચે લોહીનો સંબંધ નહીં પણ લગાવ નો સંબંધ હોવો જરૂરી છે.

મનોચિકિત્સાના ક્ષેત્રમાં જો મોટામાં મોટી કોઈ ચેલેન્જ હોય તો તે એ છે કે મનોરોગીને એની પોતાની ગઈકાલના અંધારા બોગદામાંથી કેવી રીતે બહાર કાઢવો, સાથોસાથ તે સ્મૃતિઓની નાની મોટી એવી કોઈ અણીઓથી વિંધાઈ ન જાય કે યાદોના સહેજપણ ઉઝરડા ન પડે એટલી સૂક્ષ્મ કાળજી રાખીને!!

ઝબકાર –જિંદગીમાં વાગતી ઠેસ કે ઠોકર ને જો ઠૂમરીમાં ફેરવી દેતા આવડે તો એના પર જિંદગી પ્રસન્નતાની પુષ્પવર્ષા કરતી હોય છે. જિંદગીને તમે પ્રેમ કરતા થશો એનાથીયે અધિકગણો પ્રેમ ખુદ જિંદગી તમને કરતી થઈ જશે અને એક જ ઉદ્‌ગાર નીકળશે – લવ યૂ જિંદગી !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.