Western Times News

Gujarati News

માસ્કો હુમલામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓનો હાથ, યુક્રેન ભાગી રહ્યા હતા હુમલાખોરો

નવી દિલ્હી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે (૨૫ માર્ચ) દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં હુમલો કરનારા હુમલાખોરો ‘ઇસ્લામિક કટ્ટરપંથી’ છે. આ હુમલામાં ૧૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને કહ્યું હતું કે આ હત્યાઓ ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્ધારા કરવામાં આવી છે. પુતિને ગયા સપ્તાહના અંતે જણાવ્યું હતું કે ચાર હુમલાખોરો યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. રશિયન રાષ્ટ્રપતિએ સોમવારે પોતાની ટિપ્પણીમાં ફરી એકવાર ઈસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.

વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે “આતંકવાદીઓએ હુમલો કર્યા પછી યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કેમ કર્યો અને ત્યાં કોણ તેમની રાહ જોઈ રહ્યું હતું તે શોધવું મહત્વપૂર્ણ છે.” આઈએસ દ્ધારા હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ અમેરિકાએ આતંકી સંગઠનના દાવાને યોગ્ય ઠેરવ્યો હતો.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ફ્રાંસ પાસે ઉપલબ્ધ ગુપ્ત માહિતી અનુસાર, ‘આઈએસ યુનિટ’ મોસ્કો હુમલા માટે જવાબદાર છે. અગાઉ સોમવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ કોઈને પણ જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો હતો અને પત્રકારોને રશિયન એજન્સીઓ દ્વારા તપાસના પરિણામોની રાહ જોવા વિનંતી કરી હતી.

તેમણે એવા અહેવાલો પર પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે અમેરિકાએ રશિયાને ૭ માર્ચે સંભવિત આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી. પેસ્કોવે કહ્યું કે આવી ગુપ્ત માહિતી સિક્રેટ હોય છે.

રશિયન કોન્સર્ટ હોલ પર હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા ચાર લોકોને રવિવારે મોસ્કોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આતંકવાદનો આરોપ મુકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીઓએ કોર્ટને ઈજાના નિશાન પણ બતાવ્યા હતા.

રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુÂસ્તને જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે પરંતુ તેમણે વચન આપ્યું હતું કે “ગુનેગારોને સજા કરવામાં આવશે, તેઓ દયાને પાત્ર નથી.” હુમલામાં ૧૩૭ લોકો માર્યા ગયા હતા અને ૧૮૦ થી વધુ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે ૯૭ લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.