Western Times News

Gujarati News

પતિ જેલમાં બંધ, કલ્પના-શ્રીકલાની ચૂંટણી લડવાની ચર્ચા

નવી દિલ્હી, દેશના મોટા નેતાઓ જેલમાં ગયા પછી તેમની પત્નીઓ રાજકીય લડાઈમાં ઉતરે એ નવી વાત નથી. આ વખતે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ઘણા રાજકારણીઓની પત્નીઓ છે જેઓ પોતાના પતિના રાજકીય વારસાને બચાવવા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

ત્રણેયના પતિઓની અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને લોકસભાની ચૂંટણી સુધી તેમના બહાર આવવાની શક્યતાઓ ઓછી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ત્રણેય તેમના પતિના રાજકીય મેદાનને બચાવવા માટે ફ્રન્ટ ફૂટથી રમી શકે છે.

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન જમીન કૌભાંડના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. તેમને ન્યાયિક કસ્ટડી હેઠળ રાંચીની જેલમાં રાખવામાં આવ્યા છે. હેમંત સોરેન જેલમાં ગયા પછી તેમની પત્ની કલ્પના સોરેન રાજકારણમાં એક્ટિવ થઇ ગયા છે.

તાજેતરમાં જ મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સની રેલી યોજાઈ હતી જેને જેએમએમ તરફથી કલ્પના સોરેને સંબોધિત કરી હતી. કલ્પના પણ ખૂબ જ એક્ટિવ છે અને સંથાલ પરગણામાં લોકોનો ટેકો મેળવવા માટે પ્રચાર કરી રહ્યા છે.

જેએમએમના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલ્પના સોરેનને ચૂંટણી લડાવવા માટે પાર્ટીની અંદર પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કલ્પના ગેંડી બેઠક પરથી પેટાચૂંટણી લડી શકે છે.

આ સીટ હેમંત સોરેને જેલમાં જતા પહેલા ખાલી કરી હતી. કલ્પનાને આગળ લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સંથાલ પરગણામાં જેએમએમ મતદારોને ભાવનાત્મક રીતે અપીલ કરવાનો છે. કલ્પના અને હેમંત સોરેનના લગ્ન વર્ષ ૨૦૦૬માં થયા હતા. તેઓ મૂળ ઓડિશાના મયુરભંજન જિલ્લાની છે.

રાજકારણમાં આવતા પહેલા કલ્પના એક પ્લે સ્કૂલ ચલાવતી હતી. ઉત્તર પ્રદેશના જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહ હાલમાં જેલમાં છે. ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા જ તે અપહરણના કેસમાં દોષિત સાબિત થયા હતા. તેને ૭ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આ વખતે પણ ધનંજય જૌનપુરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે, જેલમાં જવાને કારણે અને સજા થવાના કારણે તેની ઈચ્છા પુરી થઇ શકી નથી. હવે તેમની પત્ની શ્રીકલા રેડ્ડી જૌનપુરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. શ્રીકલા જૌનપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છે. ધનંજય અને શ્રીકલાના લગ્ન વર્ષ ૨૦૧૭માં થયા હતા. શ્રીકલા વિશે જૌનપુરથી લખનઉ સુધી બે પ્રકારની ચર્ચાઓ થાય છે.

ધનંજય સિંહની સહાનુભૂતિનો મત મેળવવા માટે સમાજવાદી પાર્ટી શ્રીકલા રેડ્ડીને ટિકિટ આપી શકે છે. જો તેમને એસપી અને બીએસપી તરફથી ટિકિટ નહીં મળે તો શ્રીકલા રેડ્ડી અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણી લડી શકે છે. જૌનપુર એ ઠાકુર બહુમતી ધરાવતી બેઠક છે, જ્યાં ૨૦૦૯માં ધનંજય સિંહ જીત્યા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં ધનંજયને જૌનપુર સીટ પરથી ૬૫ હજાર વોટ મળ્યા હતા.

૨૦૨૨માં ધનંજય જૌનપુરની મલ્હની સીટ પરથી ઉમેદવાર હતા, જ્યાં તેમને લગભગ ૮૦ હજાર વોટ મળ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દિલ્હીના દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલને ૬ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. ચૂંટણીઓ વચ્ચે કેજરીવાલની ધરપકડથી આમ આદમી પાર્ટી આઘાતમાં છે.

જો કેજરીવાલ લાંબા સમય સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે તો તેમની પત્ની પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. ગત વખતે પણ સુનીતાએ કેજરીવાલની નવી દિલ્હી સીટ પર પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં, જ્યારે ઈડીએ અરવિંદની ધરપકડ કરી ત્યારે સુનીતાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.

આ સિવાય સુનીતાએ દેશવાસીઓને જેલમાં બંધ અરવિંદ કેજરીવાલનો સંદેશ પણ વાંચ્યો હતો. સુનીતા અને અરવિંદના લગ્ન વર્ષ ૧૯૯૪માં થયા હતા. સુનીતા આઈઆરએસ ઓફિસર પણ રહી ચુકી છે. જોકે, હવે તે વીઆરએસ લઈને પોતાના પરિવારનું ધ્યાન રાખી રહી છે.

રાજકીય દૃષ્ટિકોણથી પત્નીઓ માટે તેમના જેલમાં બંધ પતિ માટે મેદાનમાં ઊતરવું સૌથી અનુકૂળ માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ સહાનુભૂતિ ધરાવતા મતદારો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.