Western Times News

Gujarati News

સૈફ અલી ખાન સાફો પહેરીને ઘોડાગાડી પર જોવા મળ્યો

મુંબઈ, બોલિવૂડના છોટે નવાબ એટલે કે સૈફ અલી ખાન સામાન્ય રીતે આ દિવસોમાં ફેમિલી સાથે જોવા મળે છે. પરંતુ આ દિવસોમાં સૈફ અલી ખાન મુંબઇના રસ્તા પર એકલો જોવા મળ્યો. આ દરમિયાન સૈફ એવા અંદાજમાં જોવા મળ્યો જે કોઇ દુલ્હા હોય. દુલ્હા લુકમાં સૈફ અલી ખાનને જોતા ચર્ચાનો વિષય બન્યો છે.

આમ આ અવતારમાં સૈફ અલી ખાનને જોતા જાણે કોઇ દુલ્હનીયાને લેવા જતો હોય એવો લાગી રહ્યુ છે. સૈફ અલી ખાનનો એક વિડીયો સામે આવ્યો છે જે હાલમાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક્ટર એકદમ અલગ અંદાજમાં એટલે કે દુલ્હાના રૂપમાં જોવા મળી રહ્યો છે.

વિડીયોમાં એક્ટર ઘોડાગાડી પર બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સૈફ અલી ખાન એકદમ રોયલ લુકમાં જોવા મળ્યો. સામે આવેલા વિડીયોમાં તમે જોઇ શકો છો કે દુલ્હાના આઉટફિટમાં એક્ટર જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન એક્ટરે ક્રીમ કલરની શેરવાની પહેરી છે. આ સાથે માથા પર મરુણ રંગની પાઘડી પહેરી છે. પાઘડી પર સફેદ રંગની પાંખ લગાવેલી જોવા મળે છે.

સૈફનો આ લુક એકદમ રોયલ છે. આ રોયલ લુકમાં સૈફ મસ્ત લાગી રહ્યો છે. જો કે આ શેના માટે છે એ વિશે કોઇને જાણ નથી. આ વિડીયોમાં પૈપ્સ પણ પૂછી રહ્યા છે કે સર તમે ક્યાં જાવો છો? પરંતુ સૈફ પૈપ્સને આ વાતનો કોઇ જવાબ આપતા નથી અને સ્માઇલ આપીને વાત ટાળી દે છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો કોઇ ફિલ્મના શૂટનો તેમજ એડ માટે પણ હોઇ શકે છે.

જો કે આ વિશે કોઇ ઓફિશિયલી જાણકારી મળી નથી. સૈફ અલી ખાન લાસ્ટમાં આદિપુરુષમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં એક્ટર રાવણના રોલમાં જોવા મળ્યો હતો. એક્ટરની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો દેવરામાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.