Western Times News

Gujarati News

7 ભાષા જાણતાં આ શિક્ષીકાને BJPએ ઉમેદવાર બનાવતાં લોકોમાં ચર્ચા

લોકસભા ચુંટણીમાં શિક્ષિકા ઉમેદવાર ચર્ચામાં -શિક્ષિકા અશ્વિની એમએલ કન્નડ, તમિલ તેલુગુ, હિન્દી તુલુ, અંગ્રેજી મલયાલમ ભાષાનાં જાણકાર

(એજન્સી)કાસરગોડ, લોકસભા ચુંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને ભાજપ નિયમીત સમયાંતરે વિવિધ રાજયોમાં લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી રહયો છે. એવામાં સાત ભાષાઓની ભુમી તરીકે ઓળખાતા કેરળની કાસરગોડ બેઠક પર ભાજપે બહુભાષા મહીલા અશ્વિની એમએલને મેદાનમાં ઉતારી છે.

કેરળના કાસરગોડ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિક્ષીકા અશ્વિની એમએલ પ્રસન્નચીત સ્મિત અને મીલનસાર વ્યવહાર સાથે અનેક ભાષાઓમાં લોકો સમક્ષ મત માગતા હોવાના કારણે ચર્ચામાં છે.વાતચીત કરતી વખતે અશ્વિની એમએઅલ ખુબ જ સરળતાથી મલયાલમ, કન્નડ અનુ તુલુ બોલી શકે છે. કાસરગોડને સાત ભાષાની ભુમી તરીકે ઓળખવામાં આવે છે.

અશ્વિની એમએલ તમીલ હીન્દી અને અંગ્રેજી પણ જાણે છે. અહી મોટી સંખ્યામાં લોકો દક્ષીણની ભાષાઓ ઉપરાંત મરાઠી, કોકણી, બયારી અને ઉર્દે પણ બોલે છે. અશ્વિની એમએલે રાજયમાં ર૬ એપ્રિલે યોજાનારી લોકસભા ચુંટણીના ઉમેદવાર બનીને સૌને ચોકાવી દીધા હતા.

અશ્વિની એમએલનું કહેવું છેકે તેમનો જન્મ ઉછેર અને અભ્યાસ બેગ્લુરુમાં થયો હતો. તેથી બાળપણથી જ કન્નડ ભાષા તેમના જીવનનો ભાગ રહી. વધુમાં તેમના પડોશી તમીલનાડુના હતા અને મીત્રો ઉત્તર ભારતીય રાજયોના હતા તેથી તમીલ અને હીન્દી શીખવામાં કોઈ મુશ્કેલી આવી નહોતી. આમ અશ્વિની એમએલ તેમની વિવિધ ભાષાઓમાં કુશળતાઆ કારણે ચર્ચામાં છે.

તેઓ પોતાની ભાષાકીય કુશળતાનો લાભ ઉઠાવી વિવીધ ભાષાઓમાં મતદારો સાથે વાત કરી ચુંટણી પ્રચાર કરી રહયા છે. શરૂઆતમાં કાસરગોડ બેઠક માટે પક્ષે અનેક વરીષ્ઠ નેતાઓની ચર્ચા કરી હતી. પરંતુ ભાજપે શિક્ષીકા અશ્વિની એમએલને ડાબેરીઓના ગડ ગણગણાવતા કાસરગોડમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.