Western Times News

Gujarati News

૭ એપ્રિલથી આકરી ગરમી રહેશેઃ ૨૦ દિવસ સુધી લૂ ફૂંકાશે

(એજન્સી)અમદાવાદ, આ વખતે ઉનાળો આકરો નીવડવાનો છે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી સાચી પુરવાર થઈ રહી છે અને માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર જઈ પહોંચ્યો છે. ઉનાળામાં હીટવેવની સંખ્યા પણ વધુ રહેવાની છે. લોકોએ ત્વચાને દઝાડી નાખે તેવા આકરા તાપ માટે તૈયાર રહેવું પડશે. એપ્રિલ મહિના માટે પણ ભીષણ ગરમીની આગાહી તો કરાઈ છે તેમ છતાં ગુજરાતીઓ માટે હાશકારો અપાવે તેવી બાબત એ છે કે એપ્રિલનું શરૂઆતનું આ અઠવાડિયું ભીષણ ગરમીના પ્રકોપ સામે રાહત આપનારું બનવાનું છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનામાં ગુજરાત ભયંકર ગરમીથી તપી ઊઠવાનું છે. લૂ ફૂંકવાનો જૂનો વિક્રમ પણ તૂટી શકે તેમ છે. સામાન્ય રીતે આ મહિનાઆમાં ચારથી આઠ દિવસ લૂ ફૂંકાય છે, પરંતુ આ વખતે સતત ૨૦ દિવસ સુધી લૂ ફૂંકાય તેવી સંભાવના છે. બીજા અર્થમાં આ વખતે ઉનાળો મેથી પણ આગળ વધીને જૂન મહિના સુધી પ્રજાનો દઝાડવાનો છે.

એપ્રિલ મહિનાની શરૂઆત લોકોને આકરી ગરમી સામે રાહત આપનારી બનશે તેમ સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ એપ્રિલ સુધી રાજ્યના એક પણ વિસ્તાર માટે હીટવેવની કોઈ શક્યતા નથી. અગાઉની જેમ હીટવેવની કોઈ શક્યતા નથી. અગાઉની જેમ હીટવેવ જેવી રીતે પોરબંદર, કચ્છ વગેરે વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો તેવું કમસે કમ પાંચ દિવસ સુધી થવાનું નથી અને લોકોને ભીષણ ગરમી સામે રાહત મળવાની છે.

અમદાવાદની વાત કરીએ તો શહેરમાં તા.૬ અને ૭ એપ્રિલે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમીનો પારો ૩૮ ડિગ્રીની આસપાસ રહેશે. જોકે ૭ અને ૮ એપ્રિલે સૂર્યનારાયણ ફરી આકરા મૂડમાં આવશે અને આકાશમાંથી અગનગોળા ઝીંકીને શહેરનું તાપમાન ૪૦ ડિગ્રી કે તેથી વધુનું કરશે. સોમવારે શહેરમાં ૩૭.૬ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. એટલે કે લોકોને થોડીક રાહત મળી હતી. ગઈ કાલની ગરમી સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી જેટલી ઓછી હતી.

અમદાવાદમાં મંગળવારે સવારથી જ ગરમીનો અહેસાસ થયો હતો અને ૨૩.૫ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો પણ તા.૭ એપ્રિલથી વધતો જશે અને તે વખતે ૨૫-૨૬ ડિગ્રીની વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાશે. બીજા અર્થમાં પાંચ દિવસ પછી અમદાવાદમાં સવારથી ગરમી લોકોન તોબા પોકરાવશે.

શહેરીજનોને ભરબપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પ્રશંસનીય નિર્ણય લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે, જે મુજબ બપોરે ૧૨.૦૦ વાગ્યાથી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ૧૦૦ જેટલાં ટ્રાફિક સિગ્નલને બંધ કરી દેવામાં આવશે તો વધારે ટ્રાફિકવાળાં કેટલાંક સિગ્નલની ચેઈનનો સમય ૫૦ ટકા સુધી ઓછો કરી દેવાશે.

ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો માટે ડિહાઈડ્રેશન પ્રતિરોધક પેકેટ પણ આપવામાં આવ્યાં છે, જેથી આ કાળઝાળ ગરમીમાં રાહત મળશે. ટ્રાફિક સિગ્નલને બંધ રાખવાના તંત્રના આ નિર્ણયથી વાહનચાલકોને ગરમીના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળવાની છે. જોકે અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને મેન્યુઅલી ટ્રાફિકને હળવો કરશે.

કેટલાક હવામાન નિષ્ણાતો જણાવે છે કે એપ્રિલ મહિનામાં પણ ગરમીનો માર સહન કરવો પડશે. હાલમાં ઉત્તર ભારતથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. તા.૩ એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.