Western Times News

Gujarati News

વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે રાજસ્થાન મહોત્સવનું સમાપન

  • ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન મહોત્સવનું આયોજન કરાયું હતું, -કાર્યક્રમને મળ્યો ઉમળકાભેર પ્રતિભાવ

અમદાવાદ : ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેનું વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે સમાપન થયું હતું. આ 5 દિવસીય કાર્યક્રમને લોકોનો ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો હતો. સંસ્થા 11 વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહિ પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્ર પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતિમ દિવસે નરેન્દ્ર પુરોહિત ઉપરાંત દાંતાના રાજમાતા ચંદ્રાકુમારી (ભવાની વીલા હેરિટેજ હોમ સ્ટે),  પરમજીતકૌર છાબડા (કૂકિંગ એક્સપર્ટ), પૂર્વાન્જલિ અગ્રવાલ (પૂર્વી’સ કિચનના ઓનર), રિના મોહનોત (ધોરા – ફ્લવેર્સ ઓફ રાજસ્થાન), રજની પુરોહિત (કવિક્રમ્સ  તવા આઈસ્ક્રીમ & ફૂડ), સ્નેહા વિઠલાણી અગ્રવાલ (હિલ્લોક હોટેલ), રીન્કુ શાહ (ફ્યુઝન આહાર) વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

5 દિવસ દરમિયાનના આ મેળામાં  100 જેટલાં સ્ટોલ્સ હતા જેમાં, ગૃહ અને કુટિર ઉદ્યોગની બહેનો તથા કારીગરોને રોજગારી આપવા માટે રાજસ્થાનના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  2જી એપ્રિલના રોજ વિસરાતી વાનગીઓની સ્પર્ધાના આયોજન  ઉપરાંત રાષ્ટ્ર રક્ષા યજ્ઞ અને ગૌમાતાની પૂજા વગેરેથી આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.