Western Times News

Gujarati News

સમગ્ર જૈન શાસનના છેલ્લા 2500 વર્ષના ઈતિહાસમાં કોઈએ પણ પ્રાયઃ અગાઉ ન આદરેલી હોય તેવી અનુપમ તપશ્ચર્યા આ મહાપુરુષ કરી રહ્યા છે

સમગ્ર વિશ્વમાં શાંતિ હેતુ અને હિંસાના નિવારણ અર્થે 100મું માસક્ષમણ સમર્પિત

દિવ્ય તપસ્વીરત્ન જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મ.સા.ને હાલ 100મું માસક્ષમણ નિર્વિઘ્ને પરિપૂર્ણતાને આરે આવી ઊભું છે. એક માસ ક્ષમણમાં 30 ઉપવાસ કરવાના હોય છે જેમાં સૂર્યોદય પછી 48 મિનિટે અને સૂર્યાસ્ત પહેલાં માત્ર ઉકાળેલું પાણી જ વાપરી શકાય છે. તેમાં સાતમી વખત સળંગ 180 ઉપવાસના છેલ્લા 30 ઉપવાસ દિવ્ય તપસ્વીરત્ન કરી રહ્યા છે જે સમગ્ર વિશ્વમાં અદભુત, અલૌકિક અને આશ્ચર્યકારીક ઘટના છે.

વિદ્વાનો, તત્વચિંતકો અને આરોગ્યવિષયક નિષ્ણાંતો અચંબો પામી જાય અને કલ્પના પણ ન કરી શકે તેવી આ વિશ્વવિક્રમી ઘટના છે. ડાયટીશિયનો અને હેલ્થ સ્કોલરોની બુદ્ધિથી પરે આ આશ્ચર્યકારી ઘટનાને સમગ્ર વિશ્વમાંથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. આ આચાર્ય ભગવંતે છેલ્લા 7950 દિવસમાં 4700 ઉપવાસ કરીને પોતાનાજ અગાઉના બધાં જ રેકોર્ડ તોડીને સમગ્ર જૈન શાસનના છેલ્લા 2500 વર્ષના ઈતિહાસમાં કોઈએ પણ  પ્રાયઃ અગાઉ ન આદરેલી હોય તેવી અનુપમ તપશ્ચર્યા આ મહાપુરુષ કરી રહ્યા છે.

તેઓશ્રીના મનમાં માત્ર એક જ ખેવના છે કે સમગ્ર વિશ્વ ગરીબી, મોંઘવારી, બેકારી અને રાગ-દ્વેષની હોળીમાં ત્રસ્ત છે. ત્યારે આ તપશ્ચર્યાના પૂણ્ય પ્રતાપે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય, કતલખાનાઓની હિંસા પર સંપૂર્ણ પાબંધી આવે અને સમગ્ર વિશ્વ હિત અને કલ્યાણની ભૂમિકાથી શાતા અને સમાધિમાં રહીને પોતાના આત્માનું સાચું સુખ પ્રાપ્ત કરે તેવી તેમની હૃદયની ભાવના છે.

મહામહોઉપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસારની અંદર ચાર ગુણો દ્વારા તપશ્ચર્યા દીપી ઉઠે તેવી અદભુત વાત કરી છે. જેમાં બ્રહ્મચર્યની દ્રઢતા, જિનપૂજામાં ભાવની વૃદ્ધિ, કષાયોની હાની અને સાનુબંધ જિનાજ્ઞાનું પાલન આ ચારેય ગુણો આ મહાપુરુષમાં ઉત્કૃષ્ટ રીતે ચમકી રહ્યા છે જેનાથી તેમની તપશ્ચર્યા આહારની આસક્તિના ત્યાગના લક્ષ્યપૂર્વકની નિશ્ચયનયની તપશ્ચર્યા તરફ આગળ ધપી રહી છે.

પ્રસંગપૂર્વે અરમાનો, પ્રસંગે પ્રણિધાન અને પ્રસંગ પૂર્ણ થયે પ્રચૂર અનુમોદના અનુષ્ઠાનને સફળ બનાવે છે. તેમના પારણા વખતે તેમની નવી તપશ્ચર્યા ક્યારે શરુ થશે તેની તૈયારી સ્વરુપે હોય છે અને પ્રસંગ પૂર્ણ થયે આહારની આસક્તિ પર એટલો વિજય પ્રાપ્ત  કરે છે કે પારણામાં માત્ર મગનું પાણી જ વાપરીને પારણું કરે છે. વીર પ્રભુના શાસનમાં વધારેમાં વધારે 180 ઉપવાસ એક સાથે કરી શકાય છે.

જો વધારેની છૂટ હોય તો આ મહાત્મા એટલા વધારે ઉપવાસ કરવા માટે અંદરથી તત્પર હોય છે. સળંગ છ માસક્ષમણ કરે ત્યારે 180 ઉપવાસ થાય તેમાં આ વખતે સાતમી વખત 180 ઉપવાસનું પારણું 31 માર્ચ 2024ના રોજ NSCI વરલી ખાતે મોટા પાયા પર આયોજિત કરવામાં આવ્યું છે.  અગાઉ કરેલી તપશ્ચર્યાનું અભૂતપૂર્વ રેકોર્ડ છેલ્લા 490 દિવસમાં આ તપસ્વી રત્ને 408 ઉપવાસ કર્યા છે જેમાં 180 ઉપવાસ છ વખત કર્યા છે અને આ સાતમી વખત થઈ રહ્યા છે. વર્ષીતપ બે વખત કર્યા છે, અગાઉ કરેલી તપશ્ચર્યાનો પણ  અભૂતપૂર્વ રેકોર્ડ છે.

16 ઉપવાસ બે વખત પૂર્ણ કર્યા છે, 30 ઉપવાસ 8 વખત,  31 ઉપવાસ 3 વખત, 32 ઉપવાસ પાંચ વખત, 33 ઉપવાસ 3 વખત, 36, 37 ઉપવાસ બે વખત કર્યા છે,  34, 35, 38, 39 ઉપવાસ એક વખત, 44 ઉપવાસ, 42, ઉપવાસ, 43, ઉપવાસ, 45 ઉપવાસ, 46, ઉપવાસ, 51, ઉપવાસ, 52 ઉપવાસ, 62 ઉપવાસ, 64, ઉપવાસ, 68 ઉપવાસ, 77 ઉપવાસ, 90 ઉપવાસ, 91 ઉપવાસ, 95 ઉપવાસ, 98 ઉપવાસ, 122 ઉપવાસ, 123 ઉપવાસ એક વાર કર્યા છે.

હમણાં જ મહાભદ્ર તપ અને સમવ્વસરણ તપ પૂર્ણ કરીને લાગલગાટ 100મા માસક્ષમણ તરફ પોતાના તપશ્ચર્યાની વિજયકૂચને આગળ ધપાવી રહ્યા છે.  આ મહાપુરુષ 24 કલાકમાં માત્ર 3 કલાકની નિંદ્રા લે છે. બાકીનો સમય સ્વાધ્યાય અને સૂરીમંત્ર આદિના


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.