Western Times News

Gujarati News

52 લશ્કરી દળોની કંપનીઓ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફાળવાઈ

પ્રતિકાત્મક

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ આર્મ ફોર્સની ૨૨૫ કંપનીઓ ફાળવવામાં આવી

(એજન્સી)ગાંધીનગર, લોકસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગ રૂપે, લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ આર્મ ફોર્સની ૨૨૫ કંપનીઓ ફાળવવામાં આવી છે. જણાવી દઈએ કે, ૨૦૧૯ ની ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ ફોર્સની ૧૭૩ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી.

આમ, આ વખતે ૫૨ જેટલી લશ્કરી દળોની કંપનીઓ વધુ ફાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૦ જેટલી કંપનીઓ ગુજરાત રાજ્યમાં ગોઠવાઈ ચૂકી છે. જેમાં CRPFની ૫ તથા BSFની ૧૦ કંપનીઓ સામેલ છે. રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આ ટીમ યુહાત્મક લોકેશન પર મૂકી દેવામાં આવી છે.

આ ઉપરાંત, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, વલસાડ, દાહોદ એમ છ જિલ્લામાં ફોકસ કરવામાં આવ્યું છે. આગામી લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક મહત્વની સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર ચેકપોસ્ટ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ અર્ધલશ્કરી દળોની કંપની તેના કરવામાં આવે છે.

પ્રત્યેક કંપનીમાં ૭૨ જેટલા કર્મચારીઓ હોય છે, એટલે પ્રથમ તબક્કે ૧,૪૪૦ જેટલા જવાનો સલામતી બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ૧૭૩ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી.

રાજ્યમાં કુલ ૭૯ કંપનીઓ સીઆરપીએફ,બીએસએફ ની ૬૬ કંપનીઓ ગુજરાત કંપનીઓ ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ પ્લાન કંપનીઓ મળીને ૧૭૩ કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં ૪૬,૭૦૦૯ સિવિલ પોલીસ ૫૪,૮૭૦ હોમગાર્ડ, જીઆરડી જવાનો તેમજ ૨૫૨૦ના એસઆરપીએફના જવાનોને સલામતી બંદોબસ્તમાં ગોઠવણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.