Western Times News

Gujarati News

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં કર્યા મોટા મોટા વાયદા

ખેડૂતોને મળશે MSP પર કાનૂની ગેરંટી, 25 લાખ સુધીની સારવાર ફ્રી-સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હી, આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં અનેક વચનો આપ્યા છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મÂલ્લકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું.

કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જૂન ખડગેએ માહિતી આપતા કહ્યું કે ૨૦૨૪માં જો કેન્દ્રમાં અમારી સરકાર બને તો સરકાર ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની મદદ આપશે. આ ઉપરાંત ખેડૂતોને પણ કરજમાફીનું વચન આપ્યું. NEW DELHI, Congress President Mallikarjun Kharge with senior party leaders Sonia Gandhi, Rahul Gandhi releases the party’s manifesto ahead of Lok Sabha elections, in New Delhi on Friday.

કોગ્રેસે ચૂંટણી ઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે મેનિફેસ્ટોના કવર પર પાર્ટી અધ્યક્ષ મÂલ્લકાર્જૂન ખડગે સાથે રાહુલ ગાંધીની તસવીર પણ છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અને પછાત વર્ગ દેશની વસ્તીના લગભગ ૭૦ ટકા જેટલા છે પરંતુ સારી નોકરીઓ અને સારા વ્યવસાયો તથા ઊંચા પદો પર તેમની ભાગીદારી ઓછી છે.

કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આર્થિક-સામાજિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. તેના માધ્યમથી કોંગ્રેસ જાતિઓ, ઉપજાતિઓ, અને તેમની આર્થિક અને સામાજિક સ્થિતિની ભાળ મેળવશે. સ્થિતિ સુધારવા પગલાં ભરશે.

કોંગ્રેસ પાર્ટી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને ગરીબ સામાન્ય વર્ગને મળતી અનામત પરથી ૫૦ ટકાની કેપ હટાવશે. કોંગ્રેસ શિક્ષણ અને નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગને મળતા ૧૦ ટકા અનામતને કોઈ પણ ભેદભાવ વગર તમામ જાતિઓ અને સમુદાયના લોકો પર લાગૂ કરશે.

કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે અનામતના તમામ ખાલી પદોને એક વર્ષની અંદર ભરશે.
વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, અને દિવ્યાંગો માટે પેન્શનમાં કેન્દ્ર સરકારનું યોગદાન ફક્ત ૨૦૦-૫૦૦ રૂપિયા પ્રતિ માસ છે. કોંગ્રેસ આ પેન્શનની રકમ વધારીને ન્યૂનતમ ૧૦૦૦ રૂપિયા માસિક કરશે.

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર દ્વારા લાગૂ કરાયેલી ચિરંજીવી યોજનાની જેમ દેશભરમાં ૨૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે કેશલેસ વીમા યોજના લાગૂ કરાશે.
કોંગ્રેસ ૨૫૦૦થી વધુ વસ્તીવાળા વિસ્તારમાં એક વધારાના આશા કાર્યકરની નિયુક્તિ કરશે. ખેડૂતોને ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી મળશે.

કોંગ્રેસ આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર, મધ્યાહન ભોજન રસોઈયા વગરે ફ્રન્ટ લાઈન સ્વાસ્થ્ય કાર્યકરોના માનદ વેતનમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરશે.
પહેલી નોકરી પાક્કી ગેરંટી- કોગ્રેસ શિક્ષુ (અપ્રેન્ટિસ) એક્સ ૧૯૬૧ને હટાવીને અપ્રેન્ટિસશિપ અધિકાર અધિનિયમ લાવશે.

આ કાયદો ૨૫ વર્ષથી ઓછી ઉંમરના પ્રત્યેક ડિપ્લોમા ધારક કે કોલેજ સ્નાતક માટે ખાનગી અને સરકારી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષનો અપ્રેન્ટિસશિપ કાર્યક્રમ આપશે. આ કાયદા હેઠળ દરેક અપ્રેન્ટિસને એક લાખ રૂપિયાનું પ્રતિ વર્ષ વેતન આપવામાં આવશે જે નિયોક્તા કંપની અને સરકાર દ્વારા સમાન રીતે ભોગવવામાં આવશે. આ કાયદો યુવાઓને કૌશલ પ્રદાન કરશે, રોજગાર ક્ષમતા વધારશે અને કરોડો યુવાઓને નોકરીની તકો આપશે.

કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરો પર સ્વીકૃત લગભગ ૩૦ લાખ ખાલી પદો ભરશે. કોંગ્રેસ સ્ટાર્ટ અપ માટે ફંડ અને ફંડ્‌સ યોજનાનું પુર્નગઠન કરશે અને ઉપલબ્ધ ફંડના ૫૦ ટકા, ૫૦૦૦ કરોડ રૂપિયા જ્યાં સુધી શક્ય હોય દેશના તમામ જિલ્લાઓમાં સામાન રીતે ફાળવશે. જેથી કરીને દેશભરમાં ૪૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાઓને પોતાનો ધંધો શરૂ કરવા માટે ધન ઉપલબ્ધ કરાવી શકાય જેથી કરીને તેઓ પોતાના વેપારને વધારી શકે અને રોજગારની તકો ઉભી થાય.

કોંગ્રેસ એવા આવેદકોને એકવાર રાહત આપશે જે મહામારી સમયે ૧ એપ્રિલ ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૧ દરમિયાન સરકારી પરીક્ષા આપવામાં અસમર્થ રહ્યા. કોંગ્રેસ સરકારી પરીક્ષાઓ અને સરકારી પદો માટે અરજી ફી સમાપ્ત કરશે. વ્યાપક બેરોજગારીના કારણે કોંગ્રેસ તમામ વિદ્યાર્થી શૈક્ષિક ઋણો મામલે ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી વ્યાજ સહિત ઋણની ચૂકવવાની રકમ માફ કરશે અને બેંકોને સરકાર દ્વારા પૂર્તિ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.