Western Times News

Gujarati News

વિદેશમાં અભ્યાસનો ખર્ચ સતત વધી રહ્યો છેઃ વિદેશમાં સૌથી મોટી મુશ્કેલી ઘરના ભાડાની

પ્રતિકાત્મક

વિદેશમાં મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા ભારતીય વિદ્યાર્થીઓ- સ્થિતિ એવી છે કે એક બેડ પર એકથી વધુ વ્યક્તિએ રહેવું પડે છે

(એજન્સી)વોશિંગ્ટન, ભારતમાંથી વિદેશ ભણવા જવાનો ક્રેઝ વધી ગયો છે. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં દર વર્ષે જેટલી પણ સ્ટુડન્ટ વિઝા અરજી આવતી હોય છે તેમાંથી મોટા ભાગની ભારતમાંથી આવતી હોય છે. જોકે, હવે વિદેશમાં મોંઘવારી વધી રહી છે જેના કારણે ત્યાં રહેવા-જમવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોંઘા શિક્ષણની સાથે સાથે જીવન નિર્વાહ પણ મોંઘો બની રહ્યો છે.

ખાસ કરીને તાજેતરના વર્ષોમાં ભાડા ડબલ થઈ ગયા છે. કોવિડ પછી આમાં વધુ વધારો થયો છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા સહિતના કેટલાક યુરોપિયન દેશોમાં વિદ્યાર્થીઓ માટે પોસાય તેવા આવાસ મેળવવું લગભગ અશક્ય બની રહ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અભ્યાસ માટે સ્કોલરશિપ મળે તો પણ ભાડું, ખાવા-પીવાનો ખર્ચ એટલો વધી ગયો છે કે પરિવારોએ આ માટે પણ મોટી લોન લેવી પડે છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે એક રૂમમાં પણ વિદ્યાર્થીઓએ બેડ શેર કરવા પડી રહ્યા છે.

ગયા વર્ષે ૭૫ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. ૨૦૨૨માં ૨.૧૫ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ફક્ત ભારતીય જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે ત્યાં હાઉસિંગ કટોકટી ઊબી થઈ છે.

જેના કારણે હવે કેનેડા વિદ્યાર્થીઓની સંખ્યા પર નિયંત્રણ મેળવવા માટે પરમિટમાં ઘટાડો કરી રહ્યું છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં માંગ અને પુરવઠાનો ગુણોત્તર બગડવા લાગ્યો છે અને તેના કારણે વિદ્યાર્થીઓ માટે ત્યાં રહેવું મોંઘુ બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ ખાસ કરીને એશિયાના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે. છેલ્લા એક-બે વર્ષમાં કેટલીક યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રેશન ૪૦ ટકાથી વધુ વધી છે.

સિડનીમાં માર્કેટિંગની વિદ્યાર્થીની રાશિ રસ્તોગી કહે છે કે અહીં માત્ર ભણવું જ મોંઘું નથી, અહીં રહેવાનું પણ મોંઘું થઈ રહ્યું છે. હું પોતે બે રૂમના ફ્લેટમાં રહું છું જેને અમે ચાર વિદ્યાર્થીઓ શેર કરીએ છીએ. હું ભાડ પેટે ૧૨૦૦ ડોલર ચૂકવી રહી છું. બે વર્ષ પહેલાં મારું ભાડું લગભગ ૭૦૦ ડોલર હતું. નવા વિદ્યાર્થીઓ માટે સસ્તો રૂમ મેળવવો એ એક મોટો પડકાર છે.

અહીં દર અઠવાડિયે ૩૦૦થી ૫૦૦ ડોલર નિશ્ચિત છે. દરેક રાજ્યમાં આ જ સ્થિતિ છે. ખાનગી મકાનો વધુને વધુ મોંઘા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ ક્યાંકને ક્યાંક નોકરી કરીને પોતાના જીવન નિર્વાહ માટે મોંઘો ખર્ચ મેનેજ કરી રહ્યા છે. જેમની પાસે કામ નથી અને જેમના પરિવાર આર્થિક રીતે મજબૂત નથી તેમના માટે પરિસ્થિતિ વધારેને વધારે કપરી બની રહી છે.

કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મોંઘા મકાનોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડામાં હાઉસિંગની સમસ્યા સતત વકરી રહી છે અને સરકાર પર તેને પહોંચી વળવા માટે દબાણ વધી રહ્યું છે. તેથી સરકાર અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાનું વિચારી રહી છે અને તે માટે પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. મોન્ટ્રીયલ, એડમન્ટન અને ટોરન્ટો શહેરોમાં આ સમસ્યા વધુ છે.

દિલ્હીના પંજાબી બાગમાં રહેતા આરકે સાહનીનો પુત્ર કેનેડામાં મ્મ્છ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ગયા વર્ષે મારો દીકરો ટોરન્ટો ગયો હતો. જીવન ખર્ચ એક વર્ષમાં લગભગ ૨૦%-૩૦% વધ્યો છે. તે ત્રણ લોકો સાથે શેરિંગમાં રહે છે, ભાડું દર મહિને ૩૦૦ ડોલર છે. મારા મિત્રની પુત્રી તો બેના શેરિંગ માટે ૭૦૦ ડોલર ચૂકવે છે. સમસ્યા એ છે કે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે કામ કરવાની વધુ તક મળતી નથી.

પરિસ્થિતિ એવી છે કે ત્યાંના વિદ્યાર્થીઓ રૂમમેટ નહીં પણ બેડમેટ શોધે છે જેથી ખર્ચ વધુ ઘટાડી શકાય. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી છે. મેડિકલ વિદ્યાર્થીઓને યુક્રેનથી તેના પડોશી યુરોપિયન દેશોમાં શિફ્ટ થવું પડ્યું છે.

દિલ્હીની સ્ટુડન્ટ પ્રેરણા માટે પોલેન્ડમાં મેડિકલનો અભ્યાસ પૂરો કરવો ઘણો મોંઘો છે. તેણે જણાવ્યું હતું કે, મારા પિતાએ લોન લીધી છે. જોકે અહીં રહેવું મોંઘું છે. ફીમાં ઘણી છૂટ આપવામાં આવી છે. પરંતુ રહેવાનો ખર્ચો ઘણો મોંઘો છે તેથી ઘણા વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા દેશોમાં જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.