Western Times News

Gujarati News

નડિયાદ સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષના રમતવીરોના વાલીઓએ અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ, નડિયાદના સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન રમતવીર બાળકોના વાલીઓએ મતદાન જાગૃતિ અંતર્ગત અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.નોંધનીય છે કે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં ૯ થી ૧૧ વર્ષના બાળકોની હાઈટ, વેઇટ અને દોડ વગરે માપદંડો ચકાસીને જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ લેવામાં આવી હતી.

આ બેટરી ટેસ્ટમાં ફોરવર્ડ બેન્ડ, શટલ રન, મેડિશીનલ બોલથ્રો અને ૮૦૦ મીટર દોડ વગેરે ચકાસવામાં આવે છે.આ કાર્યક્રમમાં રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયા સહિત રમતવીરો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.