Western Times News

Gujarati News

ગરમીને કારણે બ્રિજો પર ઓગળી રહેલા ડામરથી વાહન ચાલકોને સાચવવા તાકીદ

અમદાવાદ થી ગાંધીનગરને જોડતા બ્રિજ પર ડામર પીગળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ થી ગાંધીનગર જતા તરફનો બ્રિજ તો બરાબર છે. પરંતું ગાંધીનગર થી અમદાવાદ તરફ આવતા તરફ ના બ્રિજ ન લેન્ડિંગ પોઇન્ટ પાસે ડામર ઓગળી રહ્યો છે. જે જગ્યાએ ડામર ઓગળી રહ્યો છે ત્યાં થી સૌથી વધુ બાઈક ચાલકો અને ટુ વહિલર જેવા કે એક્ટિવા, બાઈક ચાલકો પસાર થઈ રહ્યા છે.

લોકો એવા ભયના ઓથા હેઠળ પસાર થઈ રહ્યા છે કે વાહન ગમે ત્યારે સ્લીપ થઈ શકે છે લગભગ ૫૦૦ મીટર જેટલો બ્રિજના વિસ્તારમાં પીગળેલા ડામર જોવા મળ્યો હતો. પીગળેલા ડામર ને તંત્ર ક્યારે હટાવશે ?

ગાંધીનગર થી અમદાવાદ તરફ ખોરજ બ્રીજ પર બનેલી ઘટનાને લઈ માર્ગ પરથી પસાર થતા સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા. ત્યારે આ સમગ્ર બાબતે બ્રિજ પરથી પસાર થતા લોકોએ જણાવ્યું હતું કે, અમે આ જગ્યા ઉપરથી ખૂબ શાંતિથી પસાર થઈએ છીએ કારણ કે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ ઉપર ડામર પીગળી ગયો છે. જેથી અંતરે અંતરે પણ તાત્કાલિક ધોરણે અહીંનું સમાર કામ કરાવવું જોઈએ.

જ્યારે જો વાહન સ્પીડમાં હોય તો વાહનનું બેલેન્સ પણ રાખવું ખૂબ અઘરું પડે છે. આમ સરકારે અને તંત્રએ કોન્ટ્રાક્ટરને સાથે રાખીને નિષ્પક્ષ તપાસ કરાવીને આ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. આમ હાલ તો લોકો સલામતીના ભાગરૂપે લેન્ડિંગ પોઇન્ટ ઉપર વાહન ધીમે કરી દેશે.

પરંતુ આ બ્રિજ પરથી પ્રથમ વખત પસાર થતા હોય તો તેઓ જીવનાં જોખમ છે. ત્યારે તંત્ર ક્યારેય પીગળેલા ગામમાં ને દૂર કરશે તે જોવું રહ્યું. સરકાર દ્વારા બને એટલુ ઝડપી રીપેરીંગ કામ કરાવવામાં આવે જેથી મોટી જાનહાનિ ન સર્જાયઃ રાહદારી

આ બાબતે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકે જણાવ્યું હતું કે, ટુ વ્હીલર ચલાવવામાં તકલીફ પડે છે. તેમજ સ્લીપ ખાઈ જવાનો ભય રહેલો છે.
તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી. ડામર ઓગળી ગયો છે. જેથી અકસ્માત થવાની શક્યતા છે. ત્યારે હવે સરકાર દ્વારા બને એટલુ ઝડપી રીપેરીંગ કામ કરાવવામાં આવે જેથી મોટી જાનહાનિ ન સર્જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.