Western Times News

Gujarati News

કલાગુરુ કેશવભાઈ ટંડેલેને ગુજર કલારત્ન એવોર્ડથી કલા પ્રતિષ્ઠાને સન્માનીત કર્યા

ગણદેવી,  અમલસાડ કલા મહા વિધાલયના નિવૃત્ત કલાગુરુ કેશવભાઈ ટંડેલે ને સુરતની કલા પ્રતિષ્ઠાને કલા ક્ષેત્રે સક્રીય આજીવન વિશિષ્ટ પ્રદાન તેમજ સેવા બદલ ગૂર્જર કલા રત્ન એવોર્ડ થી નવાજી સન્માનીત કર્યા હતા.કલેકટર ડો. ધવલ પટેલ, વડોદરા ની ફાઈન આર્ટ ફેકલ્ટી ના ડો. દીપક કનલ ના વરદહસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.કલા પ્રતિષ્ઠાન ના પ્રમુખ રમણિક  ઝાપડિયાએ સૌને આવકાર્યા હતા.મહામંત્રિ સી. ટી. પ્રજાપતિ એ સંસ્થાનની વિવિધ વિગતો જણાવી હતી.

કલા રત્ન એવોર્ડ થી નવાજવામાં આવેલા કેશવભાઈ ટંડેલે ને ગુજરાત રાજ્ય ના ૨૫ થી પણ વધુ એવોર્ડ,૫ નેશનલ એવોર્ડ,એક ઈન્ટરનેશનલ એવોર્ડ ઉપરાંત રા‌ષટપતિ કે. આર. નારાયણના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાત અને મહારાષ્ટ્ર માં કલા પ્રદર્શન કરી આગવી ઓળખ ઊભી કરી છે. ગુજૅર કલા રત્ન એવોર્ડ થી એક ઔર મોરપિચ્છ ઉમેરો થયો છે.તાપી કલા ઉત્સવ ૨ના અભિગમ ને બિરદાવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.