Western Times News

Gujarati News

ફોન કરો એટલે હાજર થઈને બ્લડ ડોનેટ કરતાં આ યુવકઃ 98 વખત રક્તદાન કર્યુ છે

સંકટ સમયે લોકોને લોહી પૂરું પાડતા વાપીના સમાજસેવક કિરણ રાવલ

(તસ્વીરઃ અશોક જોષી) સમાજ સેવા એજ પ્રભુ સેવા જેમના જીવનનું એક માત્ર સિદ્ધાંત છે એવા વાપી ના સમાજ સેવક કિરણ રાવલ સેવકિય પ્રવુતિ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. કિરણ રાવલ પોતાની ૪૧ વર્ષ ની ઉમરમાં આજ દિન સુથી ૯૮ મી વખત રક્ત દાન કર્યું હતું. કિરણ રાવલ પર ફોન આવ્યો કે એક પેશન્ટ જેમને બ્લ્ડની અર્જન્ટ જરૂર છે તેઓ કોઇ સંકોચ કાર્ય વિના તેમને હરિયા હોસ્પિટલ ખાતે ૯૮ મી વખત રક્ત દાન કર્યું હતું

સમાજ સેવક કિરણ રાવલ કોઈ જાત પાત ના ભેદભાવ રાખ્યા વગર રક્ત દાન કરતા આવ્યા છે કિરણ રાવલ વાપી માં જ નહિ પરંતુ વલસાડ જિલ્લા માં કોઈ પણ જગ્યા એ કોઈ પણ હોસ્પિટલ માં જઈ પોતાના સ્વ ખર્ચે જઈ નિસ્વાર્થ ભાવે રક્તદાન કરે છે કિરણ રાવલ ના ટ્રસ્ટ ગ્રુપ દ્વારા પણ અવર નવર રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવતું જ રહે છે

કિરણ રાવલ હંમેશા લોકો ને રક્તદાન કરવા અપીલ કરતા આવ્યા છે આમ કિરણ રાવલે પોતાના અમૂલ્ય રક્ત નું રક્તદાન કરી વાપી ના જ નહિ પરંતુ વલસાડ જિલ્લા ના સેંકડો જરૂરિયાત મેંદો લોકો ના જીવ બચાવ્યા છે કિરણ રાવલ સમાજના દરેક લોકો ને વધુ માં વધુ માત્રા માં વિના સંકોચે રક્તદાન કરવા માટે સમજાવતા રહે છે રક્તદાન મહાદાન એ સૂત્ર સમાજ સેવક કિરણ રાવલ એ સાચા અર્થ માં સાબિત કરી બતાવ્યું છે કિરણ રાવલ છેલ્લા ૨૧ વર્ષ થી સતત વર્ષ માં સરેરાશ પાંચ થી છ વાર જરૂરિયાત મંદોને લોહી આપી જીવ બચાવતા આવ્યા છે.

કિરણ રાવલ સરેરાશ પોતાની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અને ડોક્ટરોના જણાવ્યા મુજબ દર સરેરાશ ૭૦ દિવસમાં પોતે રક્તદાન કરતા જ રહે છે કિરણ રાવલ નું જણાવ્યા મુજબ દરેક વ્યક્તિ પોતાની તંદુરસ્તી ને ધ્યાનમાં રાખી રક્તદાન તો કરવું જોઈએ અને વિજ્ઞાન મુજબ શરીરના બંધારણ અને ડોક્ટરો ના મત અનુસાર જે તે વ્યક્તિ એક વખત રક્ત આપી રક્તદાન કરે છે

એ રક્ત ને પાછું પોતાના શરીરમાં બનતા માત્ર ૧૫ થી ૨૦ દિવસ થાય છે પરંતુ જેતે રક્ત દાતા નિર્વ્યસની તેમજ નિરોગી હોવો ખૂબ જરૂરી છે રક્તદાન કરવાથી શરીરમાં નવું લોહી ઝડપી બને છે જેનાથી સ્વાથ્ય સારું અને નિરોગી બને છે આમ સમાજ સેવક કિરણ રાવલ પોતાની ૪૧ વર્ષ ની ઉમર માં ૯૮ વખત રક્તદાન કરી એક માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.