Western Times News

Gujarati News

બોર્નવીટા નથી હેલ્થ ડ્રિંક, ઈ કોમર્સ કંપનીઓને હટાવવા સરકારે આપ્યો નિર્દેશ

(એજન્સી)નવી દિલ્હી, બોર્નવિટા જેવી મોટી બ્રાન્ડને મોટો આંચકો લાગ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે તમામ ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મના હેલ્થ ડ્રિંક વિભાગમાંથી બોર્નવિટા સહિત ઘણી કંપનીઓના પીણાં દૂર કરવા નિર્દેશ આપ્યો છે.

મંત્રાલયની સૂચના અનુસાર, બાળ અધિકાર સંરક્ષણ અધિનિયમ હેઠળ રચાયેલી સમિતિ એનસીપીસીઆરએ તેની તપાસ બાદ નિર્દેશ આપ્યો છે કે એફએસએ કાયદા હેઠળ હેલ્થ ડ્રિંકની વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપવામાં આવી છે.

તેથી, તમામ ઈ-કોમર્સ કંપનીઓ અને પોર્ટલે બોર્નવિટા સહિત તમામ પ્રકારના પીણાં અને વેબરેજેસને હેલ્થ ડ્રિંકની શ્રેણીમાંથી દૂર કરવા પડશે. આ મહિનાની શરૂઆતમાં સરકારે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે વેચવામાં આવતા જ્યુસ સામે કડક કાર્યવાહી કરી હતી.

સરકારે ઈ-કોમર્સ વેબસાઈટને સૂચના આપી હતી કે તેઓ હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે તમામ પ્રકારના જ્યુસ વેચી શકશે નહીં.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓએ તેમની વેબસાઈટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોને યોગ્ય રીતે સેગમેન્ટ કરવા જોઈએ. પ્રોડક્ટ યોગ્ય સેગમેન્ટમાં ન હોવાને કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે.

એનર્જી ડ્રિંક્સનું વેચાણ વાર્ષિક આશરે ૫૦ ટકાના દરે વધી રહ્યું છે. યુવાનોમાં તેનો વધતો વપરાશ ચિંતાજનક છે. ઘણા સંશોધનોએ આરોગ્ય પર તેની ગંભીર અસરો જાહેર કરી છે. તેથી એફએસએસએઆઈ પણ આ બાબતે ગંભીર બની છે.

એફએસએસએઆઈ અનુસાર, માલિકીના ફૂડ લાયસન્સ હેઠળ આવતા ડેરી આધારિત, અનાજ આધારિત અને માલ્ટ આધારિત પીણાં હેલ્થ ડ્રિંક અથવા એનર્જી ડ્રિંકના નામે ઈ-કોમર્સ વેબસાઇટ્‌સ પર વેચવામાં આવશે નહીં. આ માટે કંપનીઓએ અલગ કેટેગરી બનાવવી પડશે. એફએસએસએઆઈએ સ્પષ્ટ કર્યું છે કે એફએસએસ એક્ટ ૨૦૦૬ હેઠળ ક્યાંય પણ હેલ્થ ડ્રિંકની વ્યાખ્યા કરવામાં આવી નથી.

એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ફક્ત કાર્બોનેટેડ અને કાર્બોરેટેડ પાણી આધારિત પીણાં માટે જ થઈ શકે છે. પ્રોપરાઈટરી ફૂડ એવા ખાદ્ય પદાર્થ છે, જે ખાદ્ય સુરક્ષા અને માનક નિયમોના દાયરામાં નથી. આ કાર્યવાહીની મદદથી ગ્રાહકોને પ્રોડ્‌ક્ટ્‌સ અંગે કસ્ટમર્સને સાચી માહિતી આપી શકશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.