Western Times News

Gujarati News

ઉત્તરસંડા ખાતેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેઙકો.ગણેશ ઇશ્વરભાઇ, દિપકુમાર, જયેશકુમાર તથા ભાવેશકુમાર વિગેરે નાઓ વડતાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા

દરમ્યાન ઉત્તરસંડા આઇ.ટી.આઇ ચોકડી પાસે આવતા ભાવેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે ઉત્તરસંડા જી.ઇ.બી પાછળ,આદર્શ ફાર્મની બાજુમાં રહેતો સંજયભાઇ ઉર્ફે જીગો ચંદુભાઇ સોલંકી નાનો ઉત્તરસંડા એસ.બી.આઇ બેન્કની બહાર પાર્ક કરેલી એક સફેદ કલરની અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરે છે.

જે હકીકત આધારે જગ્યાએ આવતા એક સફેદ કલરની અલ્ટો ગાડી પાર્ક કરેલ હોય જે ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ જોતા જી.જી.૨૭.સી.૭૮૭૯ ની લગાવેલ હતી જે ગાડીની પાછળનો દરવાજો ખોલી એક ઇસમ અંદર કંઇક કરતો હોય. જે ઇસમને નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ સંજયભાઇ ઉર્ફે જીગો ચંદુભાઇ સોલંકી રહે.ઉત્તરસંડા જી.ઇ.બી પાછળ,

આદર્શ ફાર્મની બાજુમાં તા.નડીયાદ જી.ખેડાનાઓને તેના કબ્જા ભોગવટાની એક સફેદ કલરની અલ્ટો ગાડી નંબર-જી.જે.૨૭.સી.૭૮૭૯ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની કુલ બોટલ તથા ક્વાર્ટર તથા બીયર ટીન નંગ-૨૧૯ કિં.રૂ.૨૭,૩૪૦/- તથા એક વીવો કંપનીનો મેટાલીક બ્લ્યુ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૧,૩૨,૩૪૦/-નો પ્રોહી મુદ્દામાલ રાખી પકડાઇ જઇ તેઓ વિરૂદ્ધમાં વડતાલ પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.