Western Times News

Gujarati News

‘અમેરિકા ઈરાન સામે બદલો લેવાના હુમલામાં ભાગ લેશે નહીં’: યુએસ પ્રમુખ

નવી દિલ્હી, ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું કે ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલના કોઈપણ જવાબી હુમલામાં અમેરિકા ભાગ નહીં લે.

ઈરાને ઈઝરાયલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડી છે. ૧ એપ્રિલે દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના શંકાસ્પદ હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.ઈરાની હુમલા બાદ એક નિવેદનમાં જો બિડેને કહ્યું કે તેમણે નેતન્યાહુને કહ્યું કે ઈઝરાયેલે અભૂતપૂર્વ હુમલા સામે રક્ષણ અને હરાવવાની ઉત્તમ ક્ષમતા દર્શાવી છે.

વ્હાઇટ હાઉસના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે અમેરિકા ઇઝરાયેલને પોતાનો બચાવ કરવામાં મદદ કરવાનું ચાલુ રાખશે, પરંતુ ઇરાન સાથે યુદ્ધ ઇચ્છતું નથી.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ઈરાનમાં ઈઝરાયેલની જવાબી કાર્યવાહીનું સમર્થન કરશે.

તેના પર કિર્બીએ કહ્યું કે ઈઝરાયેલની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતા મક્કમ છે. રાષ્ટ્રપતિ બિડેને ઘણી વખત કહ્યું છે તેમ, અમે પ્રદેશમાં વ્યાપક યુદ્ધ ઇચ્છતા નથી. અમે ઈરાન સાથે યુદ્ધ નથી ઈચ્છતા. કિર્બીએ કહ્યું કે અમે પ્રદેશમાં તણાવ વધારવા માંગતા નથી, અમે કોઈ મોટું યુદ્ધ નથી ઈચ્છતા.

ઈરાનના હુમલા બાદ પણ ઈઝરાયેલની સેના હાઈ એલર્ટ પર છે. ઈરાને લગભગ ૬૦ ટન શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી સાથે ઈરાન, ઈરાક, યમન અને લેબનોનના હિઝબુલ્લાહથી લગભગ ૩૫૦ આત્મઘાતી ડ્રોન, ક્›ઝ મિસાઈલ, બેલિસ્ટિક મિસાઈલ અને રોકેટ ઈઝરાયેલ તરફ છોડ્યા. ૈંડ્ઢહ્લએ કહ્યું કે ગઈકાલે રાત એ વાતનો પુરાવો છે કે ઈરાન તણાવ વધારવા માંગે છે.

ઈરાને ઈઝરાયેલ તરફ ૩૫૦ થી વધુ બેલિસ્ટિક મિસાઈલો, રોકેટ અને આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. આ હુમલો પ્રદેશના અન્ય દેશો પર પણ થઈ શકે છે. ઈરાન માત્ર ઈઝરાયેલ માટે જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વ માટે ખતરો છે.

ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે ઈરાની હુમલા દરમિયાન પણ અમે ગાઝામાં અમારા બંધકોને ઈરાનના પ્રોક્સી હમાસના હાથમાંથી છોડાવવાના મહત્વપૂર્ણ મિશનમાં એક ક્ષણ માટે પણ રોકાયા નથી. હમાસે તાજેતરમાં મધ્યસ્થી દ્વારા તેમને કરવામાં આવેલી બંધક મુક્તિની ઓફરને નકારી કાઢી છે. હમાસ અને ઈરાન મધ્ય પૂર્વને ઉશ્કેરવા માંગે છે. અમે હજુ પણ હાઈ એલર્ટ પર છીએ અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.SS1MS

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.