Western Times News

Gujarati News

ઈટાલી, જાપાન અને જર્મની સહિતના દેશોએ ઈરાની હુમલાની નિંદા કરી

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાને લઈને જી-૭ દેશોના નેતાઓ સાથે વાત કરી હતી. જી-૭ના નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના સીધા હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે તેનાથી તણાવ વધશે.

જી-૭ નેતાઓએ રાષ્ટ્રપતિ જો બિડેનના કોન્ફરન્સ કોલ પછી સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાને પ્રદેશને અસ્થિર કરવાની દિશામાં પગલાં લીધાં છે. આ ટાળવું જોઈએ. અમે પરિસ્થિતિને સ્થિર કરવા અને વધુ વધારો ટાળવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

શનિવારે ઈરાન પર ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે કહ્યું કે અમે ઈરાન અને તેના પ્રોક્સીઓ તેમના હુમલા બંધ કરવાની માંગણી કરીએ છીએ અને અમે વધુ અસ્થિર પહેલના જવાબમાં વધુ પગલાં લેવા તૈયાર છીએ. ઈઝરાયલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી ૯૯ ટકા મિસાઈલો કોઈ ખાસ નુકસાન પહોંચાડ્યા વિના તોડી પાડવામાં આવી હતી.

જી-૭ જૂથમાં અમેરિકા, ઇટાલી, જાપાન, જર્મની, ળાન્સ, બ્રિટન અને કેનેડાનો સમાવેશ થાય છે. જી-૭ નેતાઓએ ઈઝરાયેલ અને તેના લોકો માટે સંપૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કર્યું છે.

જી-૭ નેતાઓએ જણાવ્યું હતું કે અમે તાત્કાલિક અને કાયમી યુદ્ધવિરામ તરફ કામ કરવા અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવા અને જરૂરિયાતમંદ પેલેસ્ટિનીઓને માનવતાવાદી સહાય પૂરી પાડવા સહિત ગાઝામાં કટોકટીનો અંત લાવવા માટે અમારા સહયોગને મજબૂત કરીશું. બિડેને જોર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે ફોન દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાનના હુમલા અંગે પણ ચર્ચા કરી હતી.

ઈરાનના હુમલા બાદ પણ ઈઝરાયેલની સેના હાઈ એલર્ટ પર છે. ઈરાને લગભગ ૬૦ ટન શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી સાથે ઈરાન, ઈરાક, યમન અને લેબનોનના હિઝબુલ્લાહથી લગભગ ૩૫૦ આત્મઘાતી ડ્રોન, મિસાઈલ, બેલિસ્ટિક મિસાઈલ અને રોકેટ ઈઝરાયેલ તરફ છોડ્યા.

ગઈકાલે રાત એ વાતનો પુરાવો છે કે ઈરાન તણાવ વધારવા માંગે છે. ઈરાને ઈઝરાયેલ તરફ ૩૫૦ થી વધુ બેલિસ્ટિક મિસાઈલો, રોકેટ અને આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. આ હુમલો પ્રદેશના અન્ય દેશો પર પણ થઈ શકે છે. ઈરાન માત્ર ઈઝરાયેલ માટે જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વ માટે ખતરો છે.

ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે ઈરાની હુમલા દરમિયાન પણ અમે ગાઝામાં અમારા બંધકોને ઈરાનના પ્રોક્સી હમાસના હાથમાંથી છોડાવવાના મહત્વપૂર્ણ મિશનમાં એક ક્ષણ માટે પણ રોકાયા નથી. હમાસે તાજેતરમાં મધ્યસ્થી દ્વારા તેમને કરવામાં આવેલી બંધક મુક્તિની ઓફરને નકારી કાઢી છે. હમાસ અને ઈરાન મધ્ય પૂર્વને ઉશ્કેરવા માંગે છે. અમે હજુ પણ હાઈ એલર્ટ પર છીએ અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.SS1MS

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.