Western Times News

Gujarati News

એક સમયે અલંગમાં 40 હજાર મજૂરો કામ કરતાં હતાંઃ ભારે મંદીને કારણે આજે માત્ર 5 હજાર

File

અલંગમાં મંદી: મજૂરો પાસે વતન જવા ભાડાના પૈસા નથી-મજુરોની સંખ્યા ઘટીને માત્ર પાંચ સાત હજારની થઈ ગઈ

તળાજા, એશીયાનો સૌથી મોટો જહાજવાડો અલંગ તળાજા તલાકામાં આવેલો છે. એ ગૌરવને બાદ કરતા તળાજો યાર્ડથી ખાસ ફાયદો મળ્યો નથી. અલંગ આસપાસ જ ત્રાપજ કઠવા , મણાર, ખદરપર સાસીયા જેવા ગામડાઓના અનેક પરીવારો પૈસાદાર થઈ ગયા છે. જોકે બે અઢી વર્ષથી જહાજોની સંખ્યા ખુબ ઘટી ગઈ હોવાથી મંદીનો માહોલ છે. અને યાર્ડ ભેકાર ભાસે છે. મજુરો નાણા વિનાના થઈ ગયા છે. અને અમુક પાસે જવાના પૈસા પણ નથી.

તેજી હતી ત્યારે મજુરોની મજુરીકામ મળતું એ સમયે નાની મોટી ચોરીઓ થતી મજુરો જમવાના ટીફીન કે થેલીમાં ધાતુના ટુકડા લઈને વેચતા હવે સ્થિતી બદલાઈ ગઈ છે. એક સમયે પર પ્રાંતીયય ચાલીસેક હજાર મજુર રોજીરોટી રળવા આવેલા તેમાંથી હવે માંડ પાંચ સાત હજાર મજુરો રહયા છે.

વેપારીઓ કહે છે, મજુરોના અભાવે દુધ હોય કે કરીયાણું પચાસ ટકાથી ધંધો ઓછો થઈ ગયો છે. એટલું જ નહી જે મજુરો છે. તેને વતનમાં જવું હોય તો તેઓની પાસે વતનમાં જવાની ટીકીટના પુરતા રૂપિયા નથી.

દસ વર્ષ પહેલા શરૂ થયેલ મંદીએ હવે અજગરી ભરડો લીધો છે. જહાજમાંથી નીકળતી વસ્તુઓનું વેચાણ કરતા પ્લોટમાં મજુરી કામ કરતા બુધાભાઈને જણાવ્યું હતું કે અમે એક જ પ્લોટમાં ૧૩ મજુર હતા. આજે ર છીએ તેમાંય કેટલાક સમય તો બેસી રહીએ છીએ. છાંટીના જે મજુરો હતા એ દરરોજ એકાદ હજાર જેં કમાતા હતા તેઓ માત્ર રૂપિયા ર૦૦નું રોજ શોધી રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.