Western Times News

Gujarati News

નડિયાદની કંપનીમાં ચોરી કરવા આવેલ ચાર આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ સી.એમ.સ્મિથ એન્ડ સન્સ કંપનીમાં મશીનરીની ચોરી કરવાના ગુનામાં નડિયાદ પોલીસે ચાર તસ્કરોની ધરપકડ કરી છે અને વધુ તપાસ આધારિત છે મહત્વની વાત એ છે કે કંપનીના બે સિક્યુરિટી ગાડે અન્ય બે ઈસમોની મદદથી આ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું તપાસો બહાર આવ્યું છે.

આ અગે મળતી માહિતી મુજબ નડીયાદ માં આવેલ સી.એમ.સ્મિથ ઍન્ડ સન્સ કંપનીમાં તા.૧૩/૦૪/૨૦૨૪ ના રોજ સીક્યોરીટી ગાર્ડ રૂમમાં હતા દરમ્યાન કંપનીમાં લોખંડનો સામાન પછડાવવાનો અવાજ આવતા સિક્યુરિટી જાગી ગયા હતા અને રૂમની બહાર આવીને જોયું તો તેઓની સાથે સિક્યોરીટીમાં નોકરી કરતા બે ઇસમો કંપનીમાં સીઝ કરેલો લોખંડનો કંપનીમાંથી બહાર લાવીને એક પીકઅપ ડાલુ તથા

એક સી.એન.જી રીક્ષા માં ભરતા હતાં સિક્યુરિટી ગાર્ડ એ બુમા બુમ કરતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા આ બાબતે નડિયાદ ટાઉન પોલીસમાં ગુનો દાખલ થયો હતો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન ચાર આરોપીઓ પકડાયા હતા જેમાં સુરજસિંહ ત્રિભોવનસિંહ રાજાવત (રાજપુત) હાલ રહે. સી.એમ.સ્મિથ એન્ડ સન્સ કંપની, એસ.ટી. નગર નડિયાદ મુળ રહે. ગામ બિસલપુરા, પો.સ્ટે. લહરોલી તા.જી.ભીંડ, મધ્ય પ્રદેશ, આદિત્ય કિશનપાલસિંહ ભદોરીયા હાલ રહે. સી.એમ.સ્મિથ એન્ડ સન્સ કંપની, એસ.ટી. નગર નડિયાદ મુળ રહે. સમીર નગર, કુલદિપ પેટ્રોલ પંપ સામે, લહાર રોડ, ભીંડ, તા.જી. ભીંડ મધ્ય પ્રદેશ, વિકાસ ચંદસર મૌર્યા ઉ.વ-૧૯ રહે. ૨૫, મોહનભાઈની ચાલી,

મેલડી માતનો ટેકરો, જી.આઈ.ડી.સી વટવા તા.દસક્રોઇ જી. અમદાવાદઅને આબિલઅલી રીયાજઅલી સૈયદ રહે. સુલ્તાનપુરા, મોટી દરગાહની પાછળ, વટવા અમદાવાદ તા.જી. અમદાવાદ મુળ રહે. દરગાહ મહોલ્લો ચોખંડી ભાગોળ, મહુધા નો સમાવેશ થાય છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.