Western Times News

Gujarati News

આ મુસ્લિમ મહિલા ૧૯૬રમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

પ્રતિકાત્મક

ઝોહરાબેન સ્વતંત્ર પક્ષના ઉમેદવાર સામે ચૂંટણી જંગ લડ્યા હતા

પાલનપુર, આ મુસ્લિમ મહિલા સાંસદ વિશે જેઓ ગુજરાતના એક માત્ર મુસ્લિમ મહિલા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના પતિ રહી ચુકયા છે  મુંબઈ સ્ટેટમાં સાંસદ અત્યારે મુસ્લિમ ઉમેદવારને સાંસદની ચૂંટણી લડવા ટીકીટ નથી મળતી અને જો મળે તો ચૂંટણીમાં તે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની જાય. પરંતુ એક એવા મુસ્લિમ મહિલા વિશે જણાવીશું જેઓ પ૦ હજાર મતોથી જીત મેળવી હતી અને ગુજરાતના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

વાત છે ઈ.સ. ૧૯૬રની લોકસભા ચૂંટણીની જેમાં કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી એક માત્ર મુસ્લિમ મહિલાને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતારી હતી આ મુસ્લિમ મહિલાનું નામ હતું ઝોહરાબેન અકબરઅલી ચાવડા જેઓ સાંસદની ચૂંટણી લડયા હતા.

કોંગ્રેસના ઝોહરાબેન ચાવડાએ તે સમયે સ્વતંત્ર પાર્ટી સામે ચૂંટણી મેદાનમાં ઉતરી કનૈયાલાલ મહેતાને ટકકર આપી હતી ઝોહરાબેન ચાવડાએ પ૪૯પ૬ મતે તેમને હાર આપી હતી એટલે કે અંદાજીત તે સમયે કુલ મતોમાંથી પ૬ ટકા વધારે મતદાન કોંગ્રેસ તરફે થયું હતું અને ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પરથી એક માત્ર મુસ્લીમ મહિલા સાંસદ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

ઝોહરાબેન ચાવડા જ નહીં તેમના પતિ બે ટર્મ સુધી સાંસદ રહી ચૂકયા છે દેશમાં જયારે પહેલીવાર લોકસભાની ચૂંટણી ૧૯પર યોજાઈ ત્યારે ઝોહરાબેન ચાવડાના પતિ અકબઅલી ચાવડા બનાસકાંઠા બેઠક પરથી જ લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતાં તે વખતે ગુજરાત રાજય અÂસ્તત્વમાં નહોતું આ સમયે બનાસકાંઠા બેઠક મુંબઈ સ્ટેટમાં આવતી હતી

ત્યારે તેઓ સળંગ બે વાર લોકસભા ચૂંટણીમાં વર્ષ ૧૯પર અને ૧૯પ૭માં બનાસકાંઠાના સાંસદ બન્યા હતા. ગુજરાતની સ્થાપના થયા પછી યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં ઝોહરાબેને જીત મેળવી હતી. ઝોહરાબેનની આ જીત આજેય બનાસકાંઠાના ઈતિહાસના પન્નાઓ પર લખાયેલી છે. આ પછીની કોઈ ચૂંટણીમાં મુસ્લિમ મહિલા નેતાએ લોકસભાની ચૂંટણી જીતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.