Western Times News

Gujarati News

માઈકાના પ્રેસિડેન્ટ સાથે 1.15 કરોડની છેતરપિંડી કરનાર 13 આરોપીઓ ઝડપાયાઃ સાયબર ક્રાઇમનું મુળ સૌરાષ્ટ્ર

અમદાવાદની માઈકા સ્કૂલ ઓફ આઇડિયાના પ્રેસિડેન્ટ સાથે કરોડોની ઠગાઇ થઇ-પ્રેસિડેન્ટના બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થયાનું કહી ડરાવી 1.15 કરોડ પડાવ્યા હતા

શું ગુજરાતનું સૌરાષ્ટ્ર બીજું ઝારખંડનું જામતારા બનવા જઈ રહ્યુ છે?

રાજકોટ, ધોરાજી, કુતિયાણા અને ઉપલેટાના રહેવાસીઓ ઝડપાયા-ચાઇના અને દુબઈથી ચાલતા સાયબર ક્રાઇમનું મૂળ ગુજરાતનું સૌરાષ્ટ્ર-છેતરપિંડીના રૂપિયા સૌરાષ્ટ્રની અલગ અલગ બેંકોના ખાતામાંથી ઉપાડવામાં આવ્યા હતા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મીકા ધી સ્કૂલ ઓફ આઈડિયાઝના પ્રેસિડેન્ટ સાથે થયેલી છેતરપિંડીનો થયાનો બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે ૧૩ આરોપીઓની કરી ધરપકડ કરી છે. MICA president loses 1.15cr to police impersonators.

અમદાવાદના મીકા ધી સ્કૂલ ઓફ આઈડિયાઝ જે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ, ડિજિટલ કોમ્યુનિકેશન મેનેજમેન્ટ, ડેટા સાયન્સ અને બિઝનેસ એનાલિટિક્સ અને સેલ્સ એન્ડ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ચલાવે છે,

આ સંસ્થાના પ્રેસિડેન્ટ સાથે છેતરપિંડીનો થયાનો બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે ૧૩ આરોપીઓની કરી ધરપકડ કરી છે.વાત જાણે એમ છે કે પ્રેસિડેન્ટના બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થયાનું કહી ડરાવી રૂપિયા પડાવ્યા આવ્યા હતા. CBIના નામ અને લોગોનો ઉપયોગ કરી કરીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આરોપીઓએ પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ મળ્યા હોવાનું કહીને ડરાવીને કુલ ૧.૧૫ કરોડ રૂપિયા ઠગાઇ કરી હોવાની વાત સામે આવી છે.આ ઘટનામાં હવે ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે .

અમદાવાદમાં શીલજમાં આવેલી માઈકા ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્ર રાજ મહેતાને 20 માર્ચે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે, તે કુરિયર કંપનીમાંથી વાત કરી રહ્યો છે અને તેમના નામથી એક પાર્સલ તાઈવાન ખાતે મોકલવામાં આવ્યું છે.

જે પાર્સલને મુંબઈ કસ્ટમ દ્વારા રોકવામાં આવ્યું છે કારણ કે, તેમાં પાસપોર્ટ, મોબાઈલ ફોન, લેપટોપ, કપડા અને 200 ગ્રામ MD ડ્રગ્સ છે. જેથી, આ બાબતે ખરાઈ કરવા માંગે છે કે, કેમ? તેવું જણાવ્યું હતું. ત્યારબાદ હોટલાઈન પર સાયબર સેલના અધિકારી છે તેમ કહી કોલ ટ્રાન્સફર કર્યો હતો.

શૈલેન્દ્રભાઈએ સ્કાયપ પર વાત કરવાની કહેતા CBIના નામના લોગોવાળો લેટર મોકલી આપ્યો હતો. લેટર મોકલનારે પણ પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે આપી હતી અને કહ્યું કે, તમારા અને તમારા પરિવારના જીવ જોખમમાં છે. બાદમાં કહ્યું કે, તમે ઘરે જાવ અને રસ્તામાં કોલ ચાલુ રાખજો. શૈલેન્દ્રભાઈએ આખી રાત ફોન ચાર્જીગમાં લગાવી ચાલુ રાખ્યો હતો.

બીજા દિવસે બાલસિંગ રાજપૂત નામના વ્યકિતએ પોતાની ઓળખ સાયબર સેલના અધિકારી તરીકે આપી વાત શરૂ કરી હતી. એક કલાકમાં CBIના નામ તથા લોગોવાળુ વોરંટ સ્કાયપ પરથી મોકલી આપ્યું હતું. વોરંટ મોકલો જ્યોર્જ મેથ્યુ નામના વ્યક્તિએ પોતાની ઓળખ આપી નકલી અધિકારી બનીને અન્ય એક વ્યકિતએ વાત શરૂ કરી હતી.

સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોપીની ઓળખ કરી અલગ-અલગ ચાર ટીમો બનાવી રાજકોટ, ધોરાજી, કુતિયાણા અને ઉપલેટા ખાતે આ ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમે કુલ 13 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી મુખ્ય આરોપી મોઈન ઇગારીયાના છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓ પણ રિમાન્ડ હેઠળ છે. હાલમાં છેતરપિંડીથી લીધેલા પૈસાની રિકવરી કરવાની કામગીરી ચાલુ છે.

પકડાયેલા આરોપીઓ

  1. મિહિર ટોપીયા
  2. અંકિત દેસાઈ
  3. પ્રફુલ વાલાણી
  4. રોનક સોજીત્રા
  5. કિરણ દેસાઈ
  6. કિશા ભારાઈ
  7. મેરુ કરમટા
  8. યોગીરાજસિંહ જાડેજા
  9. રવિ સવસેટા
  10. રોહન લેઉવા
  11. રોહિત વાઘેલા
  12. સાગર ડાભી
  13. મોઈન ઈગારિયા

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.