Western Times News

Gujarati News

આ વર્ષે ગુજરાતની 5 વિદ્યાર્થિનીઓ UPSC ક્લિયર કરવામાં સફળ રહી

ગુજરાતના વિદ્યાર્થીઓએ ઈતિહાસ રચ્યોઃ યુપીએસસીની પરીક્ષામાં ૨૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

(પ્રતિનિધી) અમદાવાદ, યુપીએસસી ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ૧૦૧૬ ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે.

એમાં ટોપ ૧૦૦માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જ્યારે જનરલ કેટગરીમાં ૩૪૭, કેટેગરીમાં ૧૧૫, માં ૩૦૩, જીઝ્રમાં ૧૬૫ અને જી્‌માં ૮૬ ઉમેદવાર પાસ થયા છે તેમજ ૧૦૧૬ ઉમેદવારમાંથી કુલ ૨૫ ગુજરાતી ઉમેદવાર ક્લિયર કરવામાં સફળ થયા છે. આમ, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ૨૫ ઉમેદવાર પાસ થયા છે.

૨૦૧૪માં ૨૨ ઉમેદવાર સફળ રહ્યા હતા, જેનો રેકોર્ડ તૂટી ગયો છે. જ્યારે આ પરીક્ષામાં પાટીદારોનો પાવર જોવા મળ્યો છે અને ૮ ઉમેદવારે  મેદાન માર્યું છે.આ ૨૫ ગુજરાતીમાંથી ૫ યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે, જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનીષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા અને મીણા માનસીનો સમાવેશ થાય છે.

એમાં પણ કંચન ગોહિલ તો ખેડૂતની દીકરી છે અને તેમની માતાને તો લખતા કે વાંચતા પણ આવડતું નથી. આ પરિક્ષામાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ પાસ કરી છે ત્યારે ગુજરાતના વિષ્ણુ શશી કુમારનો ૩૧મો રેન્ક, ઠાકુર અંજલિ અજયનો ૪૩મો રેન્ક, અતુલ ત્યાગી ૬૨માં રેન્ક પર, પટેલ મિતુલ કુમાર અશ્વિન ભાઈ ૧૩૯માં રેન્ક પર, રમેશ ચંદ્ર વર્માંનો ૧૫૦મો રેન્ક, પટેલ અનિકેત કમલેશભાઈનો ૧૮૩મો રેન્ક, ઝા સમીક્ષા સત્યેન્દ્ર ૩૬૨મો રેન્ક, પટેલ હર્ષ રાજેશ કુમાર ૩૯૨મો રેન્ક,

ચંદ્રેશ શાંખલા ૪૩૨મો રેન્ક.આ સાથે કરણ કુમાર મનસુખભાઇ પન્નાનો ૪૮૬મો રેન્ક, પટોલિયા રાજ ભીખુભાઈ ૪૮૮ મો રેન્ક, દેસાઈ જૈનીલ જગદીશભાઈ ૪૯૦મો રેન્ક, કંચન માનસિંહ ગોહિલ ૫૦૬મો રેન્ક, સ્મિત નવનીત પટેલ ૫૬૨મો રેન્ક, અમરાની આદિત્ય સંજય ૭૦૨ મો રેન્ક, દીપ રાજેશ પટેલ ૭૭૬મો રેન્ક, નીતીશ કુમાર ૭૯૭ મો રેન્ક, ઘાંચી ગઝાલા મોહમ્મદ હનીફ ૮૨૫ મો રેન્ક, અક્ષય દિલીપ લંબે ૯૦૮ મો રેન્ક,

કિશન કુમાર જીતેન્દ્ર કુમાર જાદવ ૯૨૩મો રેન્ક, પાર્થ યોગેશ ચાવડા ૯૩૨ મો રેન્ક, પારગી કેયુર દિનેશ ભાઈ ૯૩૬મો રેન્ક, મીના માનસી આર. ૯૪૬મો રેન્ક, ભોજ કેયુર મહેશભાઈ ૧૦૦૫મો રેન્ક અને ચાવડા આકાશ અરવિંદભાઈ ૧૦૦૭મો રેન્ક આવ્યો છે. ઝ્રજીઈ ૨૦૨૩ ના ઇન્ટરવ્યુ અથવા વ્યક્તિત્વ પરીક્ષણો ૨ જાન્યુઆરીથી ૯ એપ્રિલની વચ્ચે તબક્કાવાર લેવામાં આવ્યા હતા.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૩ ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વિદેશ સેવા સહિત વિવિધ કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં કુલ ૧,૧૦૫ ખાલી જગ્યાઓ ભરશે. સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૨૩નું પરિણામ આવ્યા બાદ પીએમ મોદીએ પરીક્ષામાં પસંદગી પામેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, હું તે તમામ લોકોને અભિનંદન આપું છું.

જેમણે સિવિલ સર્વિસ પરીક્ષા, ૨૦૨૩ સફળતાપૂર્વક પાસ કરી છે. તેમની સખત મહેનત, દ્રઢતા અને સમર્પણનું ફળ મળ્યું છે, જે જાહેર સેવામાં આશાસ્પદ કારકિર્દીની શરૂઆત દર્શાવે છે. તેમના પ્રયાસો આવનારા સમયમાં આપણા દેશનું ભવિષ્ય ઘડશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.

ઉત્તીર્ણ ઉમેદવાર
વિષ્ણુ શશિ કુમાર
ઠાકુર અંજલિ અજય
અતુલ ત્યાગી.
પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ
રમેશચંદ્ર વર્માં
પટેલ અનિકેત કમલેશભાઈ
ઝા સમીક્ષા સત્યેન્દ્ર
પટેલ હર્ષ રાજેશ કુમાર
ચંદ્રેશ શાંકલા
કરણકુમાર પન્ના
પટોળિયા રાજ
દેસાઈ જૈનિલ
કંચન માનસિંહ ગોહિલ
સ્મિત નવનીત પટેલ
અમરાની આદિત્ય સંજય
દીપ રાજેશ પટેલ
નીતિશ કુમાર
ઘાંચી ગઝાલા
અક્ષય દિલીપ લંબે
કિશન કુમાર જાદવ
પાર્થ યોગેશ ચાવડા
પારગી કેયૂર દિનેશભાઈ
મીણા માનસી આર.
ભોજ કેયૂર મહેશભાઈ
ચાવડા આકાશ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.