Western Times News

Gujarati News

AMCને એડવાન્સ ટેક્સ રિબેટ યોજના માં 108 કરોડની આવક થઈ

નાગરિકો ને રૂ.૧૨ કરોડનું વળતર આપવામાં આવ્યું

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ની માફક વર્તમાન નાણાકીય વર્ષમાં પણ એડવાન્સ ટેક્સી જાહેર કરવામાં આવી છે સદર યોજનાને અગાઉના વર્ષો કરતા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગત વર્ષની સરખામણીએ સમાન સમયગાળા દરમ્યાન લગભગ ૩૩૮% વધુ આવક થઈ છે. નોંધનીય છે કે એડવાન્સ ટેક્ષ રિબેટ યોજનાનો અમલ ૯ એપ્રિલથી શરૂ થયો છે.

મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના અંતર્ગત ૧૬ એપ્રિલ સુધી પણ ૧૦૮.૪૭ કરોડની નોંધપાત્ર આવક થઈ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા કરદાતાઓને રૂ.૧૨.૧૦ કરોડનું માતબર રિબેટ આપવામાં આવ્યું છે.૬ એપ્રિલે કોર્પોરેશનને ૧૪.૭૭ કરોડની આવક થઈ છે પાછલા નાણાકીય વર્ષમાં આ સમયગાળા દરમિયાન મિલકત વેરા પેટે રૂપિયા ૨૪.૭૯ કરોડની આવક થઈ હતી.

તેની સરખામણીએ વર્તમાન નાણાકીય વર્ષમાં રૂપિયા ૮૩.૬૭ કરોડની આવક વધી છે ટકાવારી મુજબ જોવામાં આવે તો ૩૩૭.૫૭ ટકા નો મતપત્ર વધારો થયો છે એક એપ્રિલ થી ૧૬ એપ્રિલ દરમિયાન મધ્ય ઝોન માં રૂપિયા ૧૫.૫૨ કરોડ

ઉત્તરમાં ૬.૧૭ કરોડ દક્ષિણમાં ૮.૨૭ કરોડ પૂર્વમાં ૧૦.૨૯ કરોડ પશ્ચિમમાં ૨૮ પણ ૭૪ કરોડ ઉત્તર પશ્ચિમમાં ૨૪.૯૭ કરોડ અને દક્ષિણ પશ્ચિમમાં ૧૪.૫૩ કરોડની આવક થઈ છે. ૨૦૨૩-૨૪ના વર્ષમા એપ્રિલ મહિનામાં મિલ્કતવેરા પેટે રૂ.૨૨૦.૦૨ કરોડ ની આવક થઈ હતી જયારે મે -૨૩માં ૪૬૮.૮૪ કરોડ મનપાની તિજોરીમાં જમા થયા હતા.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૧૭.૦૭ કરોડ ની આવક થઈ છે. પાછલા વર્ષમાં આ સમયગાળા દરમ્યાન રૂ.૧૧.૫૪ કરોડ જમા થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૩-૨૪ના વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.૧૬૭૯.૯૮ કરોડ, પ્રોફેશનલ ટેક્સની ૨૩૭.૫૭ કરોડ તેમજ વાહન ટેક્ષ પેટે રૂ.૨૧૬.૪૨ કરોડ મળી કુલ ૨૧૩૩.૯૮ કરોડની આવક થઈ હતી. જેની સામે ૨૦૨૪-૨૫માં ૧૬ એપ્રિલ સુધી રૂ.૧૩૫.૩૮ કરોડની આવક થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.