Western Times News

Gujarati News

તડકો લાગવાથી રાજકોટમાં 72 લોકો ઢળી પડ્યા

(એજન્સી)રાજકોટ, હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી, ગઈકાલે અમરેલીમાં સીઝનનું સૌથી વધુ ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે રાજકોટમાં પારો ઉપર જતા લોકોની તબિયત લથડી

ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં ગરમી વધી છે. ૧૭ એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સીઝનનું સૌથી વધુ ૪૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે અમરેલી જિલ્લો બુધવારે દેશમાં સૌથી વધુ ગરમ જિલ્લો બન્યો હતો. ત્યારે રાજકોટવાસીઓની હાલત બગડી છે.

રાજકોટમાં આજે રેકોર્ડ બ્રેક ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં રાજકોટ શહેરમાં જ તડકો લાગવાથી ૭૨ લોકો ગઈકાલે બેભાન થયા હતા. રાજકોટ શહેરમાં ગઈકાલે રેકોર્ડ બ્રેક ૪૪ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી હીટવેવની સ્થિતિ છે. કાળઝાળ ગરમીનો પારો ૪૩.૮ ડિગ્રીને ઉપર જ રહેતો હોય છે.

આવામાં રાજકોટ શહેરમાં જ તડકો લાગવાથી ૭૨ લોકો ગઈકાલે બેભાન થયા હતા. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું કે, છેલ્લા ૪૮ કલાકમાં ગરમીના કારણે બેભાન થવું, ડાયારિયા, ઉલ્ટી, ફીવર,ઉબકા,માથું દુખવું,ચક્કર આવવાં જેવા કેસો સામે આવ્યા છે. તો ૧૦૮ ના કોલમાં પણ સતત વધારો થયો છે.

અમારી સલાહ છે કે, બાળકો,અને સિનિયર સિટીઝન ગરમીમાં ખાસ ધ્યાન રાખે. આગામી પાંચ દિવસ સુધી તાપમાના સતત વધારો થશે. લુ-લાગવાથી હિટ સ્ટ્રોકના બનાવો વધી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.