Western Times News

Gujarati News

ફરસાણ દુકાન નજીક બેઠેલા નાસતા ફરતા આરોપીને પોલિસે દબોચ્યો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ અનુસંધાને જીલ્લા તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપેલ

ઉપરોકત સુચના અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.બી.દેસાઈ તથા પો.સબ.ઇન્સ. એન.જે.પંચાલ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન અ.હેડકો શ્રવણકુમાર નાઓને તેઓના બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૨૦૪૦૪૫૨૩૦૫૫૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ ઇ, ૮૧, ૯૮(૨), ૯૯, ૧૧૬ (બી) મુજબના કામના નાસતા ફરતા આરોપી

ભરતકુમાર દીપકભાઈ ખત્રી રહે. નડીયાદ નાઓ ઉપરોકત ગુનાના કામે ઘણા દિવસોથી નાસતો ફરે છે જેથી સદર આરોપીની બાતમી હકિકત મળેલ કે આરોપી સંતરામ રોડ ઉપર આવેલ યુમના ફરસાણ દુકાન આગળ બેઠેલ છે જે મળેલ બાતમી હકિકત આધારે તપાસ કરતા આરોપી ભરતકુમાર દીપકભાઈ ખત્રી રહે. ૭૧૭, શ્રી રામ નિવાસ, મંજીપુરા રોડ, જવાહર નગર નડિયાદ તા.નડિયાદ જી.ખેડા નાઓ મળી આવતા પુછપરછ કરતા

પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાનુ જણાવતા આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.પકડાયેલ આરોપીઓ ઃ-(૧) ભરતકુમાર દીપકભાઈ ખત્રી રહે. ૭૧૭ શ્રી રામ નિવાસ મંજીપુરા રોડ જવાહર નગર નડિયાદ તા.નડિયાદ જી.ખેડા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.