Western Times News

Gujarati News

વાઘોડિયા વિધાનસભા બેઠક પર હવે ત્રિપાંખિયો ચૂંટણી જંગ જામશે

વડોદરા, વડોદરા લોકસભા વિસ્તારમાં આવેલી વાઘોડિયા વિધાનસભા બેઠક પર આગામી ૭ મેના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલે ગત રોજ ઉમેદવાર પત્ર નોંધાવી દીધું હતું.

તેવામાં ચૂંટણી લડવા વાંચ્છુક મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસે ટિકિટ ન આપતાં આખરે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું મન મનાવી લીધું છે. જેથી તેઓ પોતાની ઉમેદવારીસ નોંધાવશે તેવી તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરી છે જેથી હવે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર ત્રિપાંખ્યો જંગ જામશે.

વાઘોડિયા વિધાનસભા બેઠક છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ હસ્તક હતી, જો કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવને પડતા મૂકી અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા. બીજી તરફ હાલના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટણી લડયા અને જીત હાંસિલ કરી હતી. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કરતાં વાઘોડિયો બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે.

વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ પણ પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં સામેલ થયા હતા. જો કે, અત્યાર સુધી છેલ્લા ત્રીસ વર્ષથી ાવઘોડિયા બેઠક પર કોઈ પંજો મારી શક્યું નથી. પરંતુ પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ ટિકિટ આપશે એવી અટકળો ચાલી રહી હતી પરંતુ કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતાં હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે

જેથી આગામી સમયમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ખૂબ જ ચર્ચાસ્પદ હશે તેવી રાજકીય મોરચે ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ વડોદરાની મુલાકાતે હતા ત્યારે મધુ શ્રીવાસ્તવ તેમને મળ્યા હતા અને તે સમયે મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.