Western Times News

Gujarati News

લગ્નનો પ્રસંગ પતાવી પાછા ફરી રહેલા જાનૈયાઓની વાનને અકસ્માત નડ્યોઃ 9 મોત

કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં નવ જાનૈયાઓના મોત થયા

(એજન્સી)ઝાલાવાડ, રાજસ્થાનના ઝાલાવાડમાં જાનૈયાઓ ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં જાનૈયાઓ ભરેલી કારને ટ્રકે ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. જ્યાં માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. “Fatal Road Accident in Jhalawar, Rajasthan: Nine Dead, One Injured”.

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ૯ લોકોના મોત થયા છે. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક પંચોલા ખાતે મધ્યપ્રદેશથી પરત ફરી રહેલા લગ્નની જાનની ગાડીને અકસ્માત નડ્યો હતો. મૃતકોના મૃતદેહને પાસ્ટમોર્ટમ માટે હાસ્પીટલ મોકલવામાં આવ્યા છે. એક ઘાયલ વ્યક્તિ હાસ્પીટલમાં સારવાર હેઠળ છે.

ઝાલાવાડ જિલ્લાના અકલેરા શહેરમાં એક છોકરાના લગ્ન હતા, આ મોટો લગ્ન પ્રસંગ હતો. જેમના લગ્નની જાન મધ્યપ્રદેશના ખિલચીપુર વિસ્તારમાં નીકળી હતી. શનિવારે મોડી રાત્રે ૧૦ મિત્રો મારુતિ વાનમાં અકલેરા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની વાન અકલેરાના એનએચ-૫૨ પર ખુરી પચોલા પહોંચી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને વાનમાંથી બહાર કાઢીને હાસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ ૯ લોકોને મૃત જાહેર કર્યા હતા. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલાવાડના એસપી રિચા તોમરના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગરી સમુદાયના હતા જેઓ તેમના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે ૩ વાગ્યાની આસપાસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વાન ધરાશાયી થઈ ગઈ હતી.

વળી, આ ઉપરાંત જયપુર-અજમેર એક્સપ્રેસ વે પર પણ મોટો અકસ્માત થયો હતો. કારે બાઇકને ટક્કર મારી હતી અને સર્વિસ લેનમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. જેના કારણે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બાઇક સવારનું પણ હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં બેઠેલા બાગરી સમુદાયના ૯ યુવકોના મોત થયા છે.

માહિતી મળતા જ એએસપી ચિરંજીલાલ મીણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ટ્રોલી ચાલકને ઝડપી લીધો છે. પૂછપરછ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. વાહનવ્યવહાર અને માર્ગ સુરક્ષા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઝાલાવાડના અકલેરામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝાલાવાડમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વાહનો ધમધમે છે, પરંતુ આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.