Western Times News

Gujarati News

UPની આ બેઠક પર મતદાન પછી BJPના ઉમેદવારનું મોત

ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું શનિવારે કેન્સરથી અવસાન થયું હતું. તેઓ ૭૧ વર્ષના હતા

(એજન્સી)નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે જેમાં યુપીમાં મતદાન પછી મુરાદાબાદના ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે. હજુ ચૂંટણી પ્રક્રિયા શરૂ જ થઈ છે ત્યાં એક ઉમેદવારનું મોત થયા પછી ચૂંટણી પંચ શું કરશે તે જાણવામાં સૌને રસ છે. તેથી ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન કોઈ ઉમેદવાર મૃત્યુ પામે તો તે બેઠકનું શું થાય તે વિશે જાણવું જરૂરી છે. BJP candidate Kunwar Sarvesh Singh died of cancer on Saturday. He was 71 years old

ઉત્તરપ્રદેશની મુરાદાબાદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું શનિવારે કેન્સરથી અવસાન થયું હતું. તેઓ ૭૧ વર્ષના હતા. પ્રથમ મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે જ ભાજપ માટે માઠા સમાચાર આવ્યા હતા. ભાજપ માટે તેના કારણે એક નવો પડકાર ઊભો થયો છે. હવે લોકોના મનમાં સવાલ થાય છે કે અહીં ફરીથી મતદાન થશે કે કેમ. આખી ચૂંટણી પ્રક્રિયા ફરી એકવાર પુનરાવર્તિત કરવામાં આવશે કે નહીં તેવો સવાલ કરવામાં આવે છે.

જોકે, હાલમાં નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા ચાલુ જ રહેશે. તેથી તાત્કાલિક કોઈ ઉમેદવારને ઉભા રાખીને ફરીથી મતદાન કરવામાં નહીં આવે. આગામી ૪ જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યારે તે પછી જ નિર્ણય લેવામાં આવશે કે બેઠક પર ફરીથી મતદાન કરવાની જરૂર છે કે નહીં. મુરાદાબાદ બેઠક પરથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જીતશે તો તેમને વિજેતા જાહેર કરવામાં આવશે.

કારણ કે લોકસભાની બેઠક તેમના નામે થઇ જશે અને ફરીથી મતદાન થશે નહીં. પરંતુ જો ભાજપ જીતશે તો સર્વેશ સિંહ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેથી ચૂંટણી પંચે તરત જ તે બેઠકને ખાલી જાહેર કરવી પડશે અને ત્યારબાદ ત્યાં ફરી મતદાન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની વાત કરીએ તો આ વખતે જનતામાં ખાસ ઉત્સાહ દેખાતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.