Western Times News

Gujarati News

નદીમાં બોટ પલટી: 300થી વધુ લોકો સવાર હતા- 58થી વધુના મોત

લોકોએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા, જેના કારણે તે અચાનક બોટ પલટી ગઈ હતી

(એજન્સી)બંગી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં એક અકસ્માતમાં ૫૮ થી વધુ લોકોના મોત થયા છે. રાજધાની બંગીથી લગભગ ૪૫ કિલોમીટર દૂર એક નદીમાં એક ઓવરલોડેડ બોટમાં ૩૦૦થી વધુ લોકો સવાર હતા. તે સમયે બોટ પલટી જતા ૫૮થી વધુ લોકોના મોત થયા હતા. More than 58 people have died in an accident in the Central African Republic.

બીબીસીના અહેવાલ મુજબ, લાકડાની આ હોડી શુક્રવારે અંતિમ સંસ્કારમાં સામેલ થવા જઇ રહેલા લોકોને મ્પોકો નદી પાર કરાવી રહી હતી. ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા, જેના કારણે તે અચાનક બોટ પલટી ગઈ હતી.

સ્થાનિક નાવિકો અને માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘણા લોકોને બચાવ્યા હતા અને ઈમરજન્સી સેવાઓ આવે તે પહેલા નદીમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બચાવ અભિયાનમાં સામેલ માછીમાર એડ્રિયન મોસ્મોએ જણાવ્યું હતું કે સેના પહોંચે તે પહેલા ઓછામાં ઓછા ૨૦ મૃતદેહો મળી આવ્યા હતા.

તેણે કહ્યું હતુ કે આ એક ભયંકર દિવસ છે, બંગી યુનિવર્સિટી હોસ્પિટલ સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્યએ સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી મૃત્યુઆંક વધી રહ્યો છે. હાલમાં મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી અને સરકારે આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સ્થાનિક જૂથો અને સ્થાનિક રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે અને અકસ્માતની તપાસની માંગ કરી છે.

નોંધનીય થોડા દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બટવારના ઝેલમ નદીમાં મુસાફરો અને શાળાના બાળકોથી ભરેલી બાટ -નાવડી ડૂબી ગઈ હતી. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ બાળકો ગુમ છે. આ નાવડીમાં ૧૦થી વધુ લોકો સવાર હતા. આ સિવાય અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના બાળકો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.