Western Times News

Gujarati News

મમતા સરકારને ઝટકો: પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે કરેલી આશરે ૨૪ હજાર ભરતી રદ

ભરતી કૌભાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી, તૃણમૂલના કેટલાક પદાધિકારીઓ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ જેલમાં છે.

(એજન્સી)કોલકાતા, સરકારી સ્કૂલ શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળ સરકારને કલકત્તા હાઈકોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે કરેલી આશરે ૨૪ હજાર ભરતી જ રદ કરી દીધી છે. આ તમામ ભરતી માટે રૂ. પાંચથી ૧૫ લાખ સુધીની લાંચ લીધી હોવાનો આરોપ છે.

આ ભરતી કૌભાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી, તૃણમૂલના કેટલાક પદાધિકારીઓ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ જેલમાં છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી ઈડી અને સીબીઆઈએ આ તપાસ હાથ ધરી હતી.

અહેવાલો અનુસાર, વર્ષ ૨૦૧૪માં પશ્ચિમ બંગાળના સ્ટાફ સિલેકશન કમિશને શિક્ષકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. તે સમયે પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી હતા. આ ભરતી પ્રક્રિયા ૨૦૧૬માં શરૂ થઈ હતી.

પરંતુ અરજદારોએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યા હતા અને કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે, ઓછા નંબરો હોવા છતાં, નોકરીઓ આપવામાં આવી હતી, જ્યારે નોકરી મેળવનાર મોટાભાગના લોકોએ ્‌ઈ્‌ પાસ કરી ન હતી.

લગભગ પાંચ વર્ષ સુધી આ મામલાની સુનાવણી ચાલી હતી. બાદ મે ૨૦૨૨માં હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીઓએ ભરતી માટે ૫થી ૧૫ લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આવી સ્થિતિમાં ઈડીએ મની લોન્ડરિંગના અેંગલથી પણ શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી હતી. પુરાવા મળ્યા બાદ ઈડીએ પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખરજીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાર્થ ચેટરજીને પદ પરથી હટાવી દીધા હતા.

શિક્ષક ભરતી કૌભાંડમાં અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે, જે ઉમેદવારોના માર્ક્‌સ ઓછા હતા તેમને મેરિટ લિસ્ટમાં ઊંચા હોદ્દા આપવામાં આવ્યા હતા. કેટલીક ફરિયાદો એવી પણ હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં ન હોવા છતાં તેમને નોકરી આપવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી જેમણે ્‌ઈ્‌ પરીક્ષા પણ પાસ કરી નથી. જ્યારે રાજ્યમાં શિક્ષકની ભરતી માટે ્‌ઈ્‌ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.