Western Times News

Gujarati News

પડકારોને પડકાર ફેંકવા નીકળ્યા છીએ : પ્રધાનમંત્રી મોદી

લખનૌ: નાગરિક સુધારા કાનુન પર ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં પણ વધુ કઠોર પગલા લેવાનો સિલસિલો જારી રાખશે. તેમણે કહ્યું હતું કે, નાગરિક સુધારા બિલ, અયોધ્યા, કલમ ૩૭૦ જેવા ખુબ જ કઠોર નિર્ણયો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પડકારોને પડકાર ફેંકવા માટે નિકળી ચુક્યા છે.


હિંસા ફેલાવવાનાર લોકોને મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીની આધારશિલા મુકતા તેમણે કહ્યું હતું કે, અમે વિચાસતમાં મળેલી સમસ્યાઓને પડકાર ફેંકી રહ્યા છે. સરકારનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, અમે પડકારોને પડકાર ફેંકવાના સ્વભાવ સાથે આગળ વધી રહ્યા છે.

સીએએના વિરોધના નામ ઉપર હિંસા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકોને મોદીએ સલાહની સાથે સાથે અધિકારોની પણ યાદ અપાવી હતી. મોદીએ કહ્યું હતું કે, જે રીતે લોકોએ વિરોધ પ્રદર્શનના નામ ઉપર હિંસા ફેલાવી છે. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ છે. તે પોતાના ઘરમાં બેસીને પોતાને આ રસ્તો યોગ્ય હતો કે કેમ તેવા પ્રશ્નો કરી શકે છે.

તેમની પ્રવૃતિ યોગ્ય હતી કે કેમ તેવો પ્રશ્ન પોતાને કરવાની યાદ અપાવી હતી. સંબોધનની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે, લખનૌના સાંસદે તેમનું સ્વાગત કર્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.

મોદીએ કહ્યું હતું કે, આ પ્રદર્શમાં જે લોકોના મોત થયા છે, જે લોકો સામાન્ય રીતે ઘાયલ થયા છે, જે લોકો તેમના પરિવાર પ્રત્યે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમને તેઓ સુચના આપવા માંગે છે. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકોને તેઓ કહેવા માંગે છે કે, વધુ સારા રસ્તાઓ, પરિવહનની સુવિધાઓને જાણવી રાખવાની દરેક વ્યક્તિની  જવાબદારી છે.

લખનૌમાં મોદીએ કહ્યું હતું કે, કલમ ૩૭૦ એ જુની બિમારી હતી. ખુબ મુશ્કેલ બિમારી હોવા છતાં અમે તે બિમારીને દુર કરી દીધી છે. અમારી ફરજ છે કે, મુશ્કેલથી મુશ્કેલ ચીજાને પણ સરળ કરવામાં આવે પરંતુ તમામ બાબતોને સાનુકુળ રીતે હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતુંકે, હિંસા ફેલાવવા ઈચ્છુક લોકોની યોજનાઓ અધુરી રહી ગઈ છે.

રામ જન્મ ભૂમિના જુના મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી દેવામાં આવ્યો છે. લાખો ગરીબો, વંચિતો માટે કામ કરવામાં આવી રહ્યા છે. નાગરિક કાનુન પર વાત કરતા તેમણે કહ્યું હતું કે, જે લોકો પોતાના ધર્મને બચાવવા માટે, પોતાની પુત્રીઓની ઇજ્જત બચાવવા માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી ભારતની સરનમાં આવવા મજબુર બન્યા છે. તે લોકોને નાગરિકતા આપવામાં આવી રહી છે. તે લોકોને ગૌરવપૂર્ણ રીતે સન્માન આપવા નાગરિકતા આપવામાં આવી રહી છે. આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢવા ૧૩૦ કરોડ ભારતીઓએ યોજના તૈયાર કરી છે.

મોદીએ કહ્યું હતું કે, આત્મવિશ્વાસ સાથે સજ્જ ભારત ૨૦૨૦માં પ્રવેશ કરે છે. નવા વર્ષમાં પણ અન્ય સમસ્યાઓને મજબુતી રીતે દુર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર માટે સુશાસનનો અર્થ તમામની સુનાવણી યોગ્ય રીતે કરવાનો છે. દરેક નાગરિક સુવિધા પહોંચે તે હેતુ રહેલો છે.

તમામ અવસરો તમામને મળે તે રહેલો છે. દરેક દેશવાસી સુરક્ષાનો અનુભવ કરે તે મહત્વપૂર્ણ છે. સાથે સાથે સુવિધાઓ દરેક નાગિરકને મળે તે રાખવામાં આવી છે. મોદીએ આજે સંબોધનમાં તમામ વિષયો ઉપર વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, હવે રાજનાથ સિંહ લખનૌની સ્થિતિને  વધુ વ્યવસ્થિત  બનાવવાના કામમાં લાગેલા છે. સાંસદ તરીકે લખનૌની વિરાસતને રાજનાથ સિંહ સંભાળી રહ્યા છે. મોદીએ યાદ અપાવતા કહ્યું હતું કે, વાજપેયી કહેતા હતા કે જીવનને ટુકડામાં જાઈ શકાય નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.