Western Times News

Gujarati News

આ કારણસર લોકોને મોટી સંખ્યામાં રેલવે પ્લેટફોર્મ પર જ સૂઈ રહેવું પડ્યું

પાંચમાં દિવસે પણ ખેડૂતોનું આંદોલન આક્રમક: ખેડૂત આંદોલનને પગલે અંબાલા રૂટની ૭૩ ટ્રેન રદ, ર૩૦ના રૂટ બદલાયા

(એજન્સી)અમૃતસર, પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનને કારણે રેલવે તંત્રને રવિવારે અંબાલા-અમૃતસર રૂટની ૭૩ જેટલી ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી. ખેડૂતોએ ૧૭ એપ્રિલથી શંભુ બોર્ડર પર અનિશ્ચિત રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું.ખેડૂતોનું રેલ રોકો આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ખેડૂતો સતત પાંચ દિવસથી આંદોલન પર બેઠા છે. 73 trains on Ambala-Amritsar route cancelled as farmers squat on tracks in Shambhu for 5th day

ખેડૂતો માંગ છે કે આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા તેમના સાથીદારોને મુક્ત કરવામાં આવે. જેલમાં બંધ ખેડૂતોની મુક્તિની માંગ સાથે ખેડૂતોએ શંભુ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. આ રેલવે ટ્રેક ચાર દિવસથી જામ છે. આ કારણે અંબાલા રેલવે ડિવિઝનમાંથી પસાર થતી ૭૩ મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. રર મેલ એક્સપ્રેસ ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે

અને ર૩૦ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ આંદોલનથી કુલ પ૦૦ ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. આ સમયે યુપી-બિહાર અને અન્ય રાજ્યોમાંથી પંજાબ જતા મજૂરો લણણી પૂરી કરીને પોતાના ઘરે પરત ફરે છે. પરંતુ જામ થયેલા રેલવે ટ્રેકને કારણે આ લોકો પરત ફરી શકતા નથી. જેના કારણે ઘણા મજૂરો રેલવે સ્ટેશનમાં જ કેદ થઈ ગયા છે.

ટ્રેનો રદ થવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ પર જ મોટી સંખ્યામાં લોકો સૂઈ રહ્યા છે. ઘણા લોકો કલાકો સુધી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. સવારથી મુસાફરી કરી રહેલા અનેક મુસાફરોની ટ્રેનો અધવચ્ચે રદ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.