Western Times News

Gujarati News

સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે 23 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 09489/09490 સાબરમતી-ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09489 સાબરમતી-ગોરખપુર સ્પેશિયલ સાબરમતીથી મંગળવાર23 એપ્રિલ 2024ના રોજ 23:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04:30 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતેટ્રેન નંબર 09490 ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ ગોરખપુરથી ગુરુવાર25 એપ્રિલ 2024ના રોજ 07:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:15 કલાકે સાબરમતી પહોંચશે.

રૂટ પર બંને દિશામાંઆ ટ્રેન મહેસાણાપાલનપુરઆબુ રોડઅજમેરફુલેરાજયપુરબાંદીકુઇભરતપુરઅછનેરાઆગ્રા ફોર્ટટુંડલાકાનપુર સેન્ટ્રલલખનૌઅયોધ્યામનકાપુરબભનાનબસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 17 સ્લીપર ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09489નું બુકિંગ 23 એપ્રિલ2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમયસ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.