Western Times News

Gujarati News

અપક્ષના 4 સહિત 9 ઉમેદવારો ચૂંટણી માટે દાહોદ લોકસભા બેઠક પર ઝંપલાવ્યું

દાહોદ, લોકસભા ર૦ર૪ની ચૂંટણી હવે નજીક પહોંચી છે. દહોદ લોકસભા બેઠક માટે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ પૂર્ણ થતા ૯ ઉમેદવારો આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે. ૧૦ તારીખ ૧રમી એપ્રિલથી શરૂ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જુદા જુદા રાજકીય પક્ષો તેમજ અપક્ષો દ્વારા કુલ ર૩ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા.

જે બાદ ફોર્મ ચકાસણી અને નામાંકન દાખલ કરવામાં દસ્તાવેજી કાગળિયા પૂર્તતા ન થતા કુલ આઠ ફોર્મ રદ થતાં ૧પ જેટલા ફોર્મ સ્વીકાર્ય થયા હતા. જોકે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ પૂર્ણ થતા ૧પ ઉમેદવારો પૈકી ૬ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા સાથે સાથે કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા કુલ નવ ઉમેદવારોના ફોર્મ માન્યતા થતા

હવે આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો તેમજ અપક્ષો મળી કુલ નવ ઉમેદવારોના ભાવી દાહોદ જિલ્લાના ૧૮ લાખ ઉપરાંત મતદારો નકકી કરશે. જોકે દાહોદ લોકસભા બેઠક પરથી બીજેપીમાંથી જશવંતસિંહ ભાભોર કમળના નિશાન પર ચૂંટણી લડશે.

કોંગ્રેસના પંજાના નિશાન પર ડોકટર પ્રભાબેન તાવીયાડ પોતાનું નસીબ અજમાવશે. જોકે આ વખતે સાત સહકાર વિકાસ પાર્ટીમાંથી નવલસિંહ પસાયા જેમનું નિશાન ગેસ સિલિન્ડર, બહુજન સમાજ પાર્ટીમાંથી ધુળાભાઈ ભાભોર જેમનું નિશાન હાથી, ભારતીય નેશનલ જનતાદળમાંથી જગદીશ મેડા જેમનું નિશાન નારિયેળના ઝાડ સહિતના ઉમેદવારો રાજકીય પક્ષના બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. તો આ વખતે દાહોદ લોકસભા બેઠક પર ચાર જેટલા ઉમેદવારોએ અપક્ષમાં દાવેદારી કરી છે

જેમાં દેવેન્દ્ર મેડાને ઘડો, મનાભાઈ ડામોરને દાંતી, મણિલાલ બારીયાને ઓટો રીક્ષા, તો વિસથાભાઈ ડામોરને શેરડી વાળો માણસ એટલે કે ગન્ના કિસાનનો ચૂંટણી નિશાન ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવ્યું છે ત્યારે આગામી સાતમી મેના રોજ આ ૯ ઉમેદવારોના ભાવિ દાહોદની ૧૮.૬૦ લાખ મતદારો મત પેટીમાં સીલ કરશે અને ચાર જૂનના રોજ મત પેટીઓ ખુલશે ત્યારે સંસદમાં દાહોદનું પ્રતિનિધિત્વ આગામી પાંચ વર્ષ માટે કોણ કરતે તે બહાર આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.