Western Times News

Gujarati News

જો શક્તિ કા સન્માન નહીં કરતે ઉનકો સનાતન ઓર સમાજ સ્વીકાર નહીં કરતાઃ અલકા ગજ્જર

ડીસામાં BJPનું વિશાળ મહિલા સંમેલન યોજાયું

ડીસા, લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે હૈ ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહી કર શકતા.

ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે

તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી. જયારે વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે, શક્તિ કા અપમાન કરતે હૈ ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહી કરતા. જયારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓને સૌ પ્રથમ મતદાન કરવા જણાવ્યું હતું.

જયારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું. મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારુ અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, સહ ઈનચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આલ, સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.