Western Times News

Gujarati News

નરાધમ આધેડને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ

સુરત, સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકાના કીમ ગામે ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવનાર ભંગારની દુકાન ધરાવતા નરાધમ આધેડને કોર્ટે કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ઓલપાડ તાલુકાના કીમ ગામે એક શ્રમજીવી પરિવારની ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૪ સગીરા વર્ષ ૨૦૨૩ માં ભંગારના ગોડાઉન પર પોતાના જૂના પુસ્તકો વેચવા માટે ગઈ હતી.

દરમિયાન ભંગારના ગોડાઉન પર હાજર હવસના ભૂખ્યા ૫૨ વર્ષીય નાથુજી નંદજી કુમાવત (મૂળ રહે ચાવડીયા ગામ, તા. કરેડા, જિ. ભીલવાડા, થાણા કરેડા, રાજસ્થાન) સગીરાને ૧૦ રૂપિયા આપ્યા હતા અને બીજા ૧૦ રૂપિયા આપવાનું કહી ગોડાઉનની અંદર લઇ ગયો હતો. ગોડાઉનની અંદર ગયેલી સગીરાનો હવસખોર આધેડે હાથ ખેંચ્યો હતો અને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ સગીરાએ બૂમાબૂમ કરતા કરતા હવસખોર આધેડે સગીરાનું મોઢુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને ઘરે કોઈને પણ ન જણાવવા કહ્યું હતું.

આ ઘટના પછી અવાર નવાર સગીરાને ધમકી આપી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. થોડા મહિના વીત્યા બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા શ્રમજીવી પરિવાર સગીરાને હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં હાજર તબીબે સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું ડોકટરે જણાતા સગીરાના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેમણે કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે કીમ પોલીસે તપાસ કરતા સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધનાર આરોપીનું નામ નાથુજી નંદાજી કુમાવત હોવાનું જાણવા મળતાં જ પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હવસખોરને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી નાથુજી કુમાવત કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.