Western Times News

Gujarati News

રાજ્યમાં ચૂંટણી પૂર્વે વધુ IPS અધિકારીઓની બદલી

પાંચ આઈપીએસ અધિકારીઓને સિનિયર સ્કેલ અપાયો

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં થોડા સમય પહેલાં આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમ થયા બાદ હવે ઘણી જગ્યાએ વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જમાં પોસ્ટ ચાલતી હતી તેને પણ ચૂંટણી પંચે છેલ્લી મહોર લગાવીને પોસ્ટિંગ આપી દીધી છે. ચૂંટણીપંચની મંજૂરીથી લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના ૧૦ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે ૨ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાંચ અધિકારીઓને સિનિયર સ્કેલ આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરની ત્રણ પોસ્ટ જેમાં ઝોન વન, સેક્ટર વન અને ડીસીપી ક્રાઈમ ઇન્ચાર્જમાં ચાલતી હતી જેને ભરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં શરદ સિંઘલ જે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને ક્રાઈમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર બનાવ્યા છે. જ્યારે સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજ્યાનને ડીસીપી ક્રાઈમ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

સેક્ટર વનની ખાલી પડેલી પોસ્ટ હવે નીરજ બડગુજરને સોંપવામાં આવી છે. વેઇટિંગ ફોર પોસ્ટિંગમાંથી ચાર્જ સોંપવામાં આવ્યો આજે ચૂંટણી પંચે કરેલા આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જ જગ્યાઓ ભરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે.

તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરની ત્રણ જગ્યા પર પોસ્ટિંગ તેમજ શરદ સિંઘલ, ભારતી પંડયા, ઉષા રાડા અને ચૈતન્ય માલિકને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાંથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કે, હવે તેમને નવી નિમણૂંક મળી ગઈ છે.

પોસ્ટિંગની રાહમાં રહેલા ગગનદીપ ગંભીરની આઈજીપી (એડમિનિસ્ટ્રેટિવ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાધવેન્દ્ર વત્સની સુરત શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. શરદસિંઘલને અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) તરીકે નિમણુંક કરવામાં આવી છે, નિરજ બડગુજરની અમદાવાદ શહેરમાં એસીપી ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી, ચૈતન્ય માંડલિકને સીઆઈડી કાઇમ(ગાંધીનગર)ના એસ.પી.તરીકે મૂકવામાં આવ્યા છે,

મનીષસિંઘની મોટર ટ્રાન્સપોર્ટના એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, ઉષા રાડાની જીઇઁહ્લ, ગ્રૂપ-૬(મુડેટી,સાબરકાંઠા)ના કમાન્ડન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, અજીત રાજ્યાનની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે, ડો.લવિનાસિન્હાની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-૧ના એસપી હિમાંશુ વર્માની અમદાવાદ શહેરના ઝોન-૧ ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. સ્ટેટ પોલીસ સર્વિસના રૂપલ સોલંકીની ડીજી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સ્ટેટ પોલીસ સર્વિસના ભારતી જે. પંડયાની ગાંધીનગર ખાતે ટેકનિકલ સર્વિસમાં એસ.પી.તરીકે નિમણૂંક કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.