Western Times News

Gujarati News

અંબુજા સિમેન્ટ્સે સમગ્ર વર્ષ માટે અત્યાર સુધીનો સૌથી વધુ PAT નોંધાવ્યો

રૂ. 4,738 કરોડનો એન્યુઅલાઇઝ્ડ PAT (12 મહિનાનો), વાર્ષિક ધોરણે 119 ટકા વધ્યો

નાણાંકીય વર્ષ 2024નો ઓપરેટિંગ EBIDTA 73 ટકા વધીને રૂ. 6,400 કરોડ થયો

ચોથા ત્રિમાસિક ગાળાનો EBIDTA વાર્ષિક ધોરણે 37 ટકા વધીને રૂ. 1,699 કરોડ થયો

રૂ. 24,338 કરોડની તંદુરસ્ત રોકડ અને રોકડ સમકક્ષ

  • પ્રમોટર ગ્રુપે કંપનીમાં રૂ. 20,000 કરોડ રોકીને વોરન્ટ્સમાં સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ કર્યું (એપ્રિલ, 2024માં રૂ. 8,339 કરોડ મેળવ્યા જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થાય છે)
  • સફળતાપૂર્વક ત્રણ હસ્તાંતરણો પૂરા કર્યા (સાંઘી, એશિયન સિમેન્ટ્સ અને GU ટૂટીકોરિનમાં), સિમેન્ટ ક્ષમતા 11.4 MTPA વધતાં કુલ ક્ષમતા 78.9 MTPA સુધી પહોંચી
  • 4 MTPA ક્લિંકરિંગ અને 4.8 MTPA સિમેન્ટ ક્ષમતા નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં શરૂ થવાનો લક્ષ્યાંક
  • છેલ્લા 20 ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ક્લિંકર અને સિમેન્ટ વેચાણ
  • ચોથા ત્રિમાસિક ગાળામાં EBIDTA PMT રૂ. 1,026/T, વાર્ષિક ધોરણે 17 ટકાનો વધારો
  • ત્રિમાસિક EPS (diluted) રૂ. 4.79, વાર્ષિક ધોરણે રૂ. 1.71 વધી
  • ઇક્વિટી શેર્સ પર ડિવિડન્ડ શેરદીઠ રૂ. 2.00 (100 ટકા)

 અમદાવાદમે2024 ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ ફ્લેગશિપ અંબુજા સિમેન્ટ્સે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટેના વિક્રમી સ્ટેન્ડ-અલોન અને કન્સોલિડેટેડ પરિણામો જાહેર કર્યા છે. તમામ ઓપરેશનલ પેરામીટર્સમાં સુધરેલા KPIsના લીધે આ મજબૂત કામગીરી જોવા મળી છે. Ambuja Cements delivers lifetime highest annualised PAT.

અંબુજા સિમેન્ટ્સના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ શ્રી અજય કપૂરે જણાવ્યું હતું કે “સમગ્ર વર્ષ દરમિયાન અમારી પ્રભાવશાળી નાણાંકીય કામગીરી એ અમારા બિઝનેસ મોડલની સ્થિતિસ્થાપકતા અને સ્વીકૃતિનું પ્રમાણ છે. તે ભારતીય અર્થતંત્રનું પ્રતિબિંબ પાડે છે જે પડકારજનક વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં પણ ચમકતા બિંદુની જેમ ઊભરી આવ્યું છે. અમે લાંબા ગાળે મૂલ્ય અને ટકાઉ વિકાસ પૂરો પાડવામાં સ્થિર રહ્યા છીએ

કારણ કે અમે બેવડી ક્ષમતા, કાર્યક્ષમતામાં સુધારામાં રોકાણ, ગ્રીન પાવર, રો મટિરિયલ તથા ફ્યુઅલના સુનિશ્ચિત પુરવઠામાં આગળ વધીએ છીએ. અમે દેશની વિકાસની વાર્તમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખીએ છીએ. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક પ્રકારે ક્ષમતા નિર્માણ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને ડિકાર્બોનાઇઝેશન પગલાં માટે અગાઉના વર્ષમાં અમારી ગ્રોથ બ્લૂપ્રિન્ટ ઉત્કૃષ્ટ પરિણામો આપી રહી છે. કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન અમારી વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે.”

 ઓપરેશનલ બાબતો પર એક નજર

 

Particulars (YoY) Q4 FY’24 FY’24
Sales Volume

(Clinker & Cement)

Growth of

17.3% at 16.6 Mn T

Growth of

8.1% at 59.2 Mn T

Kiln Fuel

Cost

Reduced by 17%

(Rs 2.21 to Rs 1.84/’000 kCal)

Reduced by 26%

(Rs 2.58 to Rs 1.90/’000 kCal)

WHRS as a % of total power Consumption Increased by

4.5 pp to 13.5%

Increased by

7.4 pp to 12.4%

* Includes exceptional item of Rs. 212 Cr and reversal of earlier years tax provision of Rs 257 Cr

 

  • વોલ્યુમ્સ, કાર્યક્ષમતા, કોસ્ટ અને કેપેક્સ જેવા KPIsએ તંદુરસ્ત સુધારો દર્શાવ્યો છે જે અંબુજાની કોસ્ટ લીડરશિપને પુનઃસ્થાપિત કરે છે
  • થર્મલ વેલ્યુ (કન્સોલિડેટેડ) 755 kCal થી 742 kCal સુધી ઘટી છે, આગામી ત્રિમાસિક ગાળામાં વધુ સુધારાની અપેક્ષા છે
  • 1 GW રિન્યૂએબલ પાવર પૈકી 200 MW સોલર પાવર મે, 2024માં ઓપરેશનલ થશે, ગ્રીન પાવર શેર વધીને ~30% થશે, કોસ્ટ સેવિંગ/એબિટા રૂ. 30 PMT એન્યુઅલાઇઝ્ડથી વધી
  • ઓપ્ટિમાઇઝ્ડ ફ્યુઅલ બાસ્કેટ, સુધરેલી લિંકેજ કોલ મટિરિયલાઇઝેશન અને ગ્રુપ કંપનીઓ સાથેની સિનર્જીના લીધે ક્લિન ફ્યુઅલ કોસ્ટ (કન્સોલિડેટેડ) 17 ટકા ઘટીને ’000 Kcal દીઠ રૂ. 2.21થી ઘટીને રૂ. 1.84 થઈ છે.
  • ડોમેસ્ટિક લિંકેજ કોલ ટાઇઅપ અને આ વર્ષ માટે રૂ. 1.70/’000 kCal ની સરેરાશ અપેક્ષિત કિંમત સાથે વર્ષ માટે બુક કરાયેલા કેટલાક ઇમ્પોર્ટેડ શિપમેન્ટ્સના લીધે ફ્યુઅલ કોસ્ટની વધુ સારી વિઝિબિલિટી અસ્થિરતા ઘટાડે છે જે ઊંચી EBIDTA વિઝિબિલિટી આપે છે.
  • બ્રાન્ડિંગ અને ટેક્નિકલ સપોર્ટ સર્વિસ પર ધ્યાનથી ઊંચી આવક અને વધુ સારા માર્જિન મળ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.