Western Times News

Gujarati News

કોંગ્રેસને ઝટકોઃ બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી કોર્ટે નકારી

અરજી પર સુનાવણી કરવાનો HCએ કર્યો ઈન્કાર સાથે જ આ વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા કરી ટકોર

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસને હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી PIL નકારવામાં આવી છે. અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે. સાથે જ આ વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ છે.

અરજીમાં મતદારો મતદાનની વંચિત રખાયાનો મુદ્દો ઉઠાવાયો હતો. મહત્વનું છે કે, સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્યમય રીતે ગાયબ થતા ફોર્મ રદ થયું હતું. જે બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જે બાદ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે.

સુરત ભાજપાના ઉમેદવાર બિન હરીફ જાહેર થવા અંગેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જાહેર હિતની અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેરત હિતની અરજીમાં દાવો કર્યો હતો કે સુરતમાં મતદારોને નકારાત્મક મતનો વિકલ્પ અપાયો નથી. મતદારોને નોટાના અધિકારીથી વંચિત રખાયા છે. આ કારણે અરજદારે ભાજપના ઉમેદવારને બિન હરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માંગ કરી હતી

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ જાહેર કરવી દેવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીની સુનાવાણી કરવા હઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા આગ્રવાલની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો.

હાઈકોર્ટે આ બાબતે કહ્યું કે, બિનહરીફ જાહેર થયેલ ઉમેદવારને પણ મતગણતરીની પ્રક્રિયા મારફતે ચુંટાયેલા ઉમેદવાર સમાન જ ગણાય. આ અરજી જાહેરહિતની અરજીના નિયમોમાં આવતી નથી. હાઈકોર્ટે અરજદારને ટકોર કરી કે, આ માટે ઈલેક્શન પીટિશન દાખલ કરો. તેને પીઆઈએલ તરીકે સ્વીકારાશે નહિ.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણીએ કોઈ ખુલાસા કર્યા નથી તેવુ શિસ્ત સમિતિએ જણાવ્યું. સમિતિએ જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એકમ નસીબ ઘટના છે.

ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણીએ સંપૂર્ણ નિષ્કાળજી દાખવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેરાપીપણું દેખાયું. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.