Western Times News

Gujarati News

ચૂંટણી પંચે ગુજરાતના 14 મતદાન મથકોની અલગ યાદી તૈયાર કરી તેમને ‘શેડો એરીયા’માં સ્થાન આપ્યું

election commission for voter id

ગુજરાતના આ 14 મતદાન મથકો માટે ચૂંટણી પંચે કરી છે ખાસ તૈયારીઓ

(એજન્સી)દાહોદ, દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઇ તંત્ર સુસજ્જ છે. મતદાન મથકોને લઇને પણ તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં કેટલાક પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. The Election Commission has prepared a separate list of 14 polling stations in Gujarat and placed them in the ‘shadow area’ Gujarat Loksabha 2024

આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં ચૂંટણીને વખતે કેટલાક પડકારોને પણ તંત્રએ ઝીલવાના છે. જેમાંનો એક પડકાર શેડો એરિયાની સમસ્યાનો છે. દાહોદ જિલ્લામાં ક્યાંક જંગલ વિસ્તાર છે તો ક્યાંક ડુંગરાળ વિસ્તાર પણ છે.

આવા સ્થળોએ મોબાઇલ ફોનના નેટવર્કનો અભાવ છે. જેથી લોકસભાની ચુંટણી દરમિયાન આવા જંગલ વિસ્તાર કે ડુંગરાળ વિસ્તારમાં મતદાન મથક ઉપરથી મતદાનના આંકડા મેળવવા તેમજ અન્ય કોઇ પણ માહિતી મેળવવી હોય કે સંદેશો પહોંચાડવો હોય તો સમસ્યા સર્જાઇ શકે છે. જેથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવા મતદાન મથકોને અલગ તારવવામાં આવ્યા છે.

દાહોદ ચૂંટણી પંચે આવા મતદાન મથકોની અલગ યાદી તૈયાર કરી તેમને ‘શેડો એરીયા’માં સ્થાન આપ્યું છે. અહીં સૌથી મોટા પડકાર પૈકી એક મોબાઇલ નેટવર્કનો સામે આવ્યો છે. જિલ્લાના ૧૪ ગામના મતદાન મથકો ઉપર મોબાઇલ ટાવરનું નેટવર્ક નહીં હોવાને કારણે તેમને વાયરલેસ સિસ્ટમથી સજ્જ કરી સમગ્ર ચૂંટણી પાર પાડવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.

આંકડાકિય માહિતી અને કઈ પણ જરૂર પડે સંપર્ક સાધી શકાય માટે મતદાન મથકો પર ખાસ પોલીસ જવાન વોકીટોકી સજ્જ રાખવા સાથે આ મતદાન મથકોને વાયરલેસ સેટથી જોડવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.