Western Times News

Gujarati News

મતદાન દિવસને રજા જાહેર થતાં કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં

લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ અનુસાર

શ્રમયોગીઓ મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે સવેતન રજા મળવાપાત્ર

ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજ્યના ડાયરેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા૧૯૪૮ હેઠળના તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે

સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ૩થી કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે

ડાયરેક્ટરશ્રી, ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજ્ય, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવારના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન થનાર છે. મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળના નોંધાયેલા કારખાનામાં (ઔદ્યોગિક એકમોમાં) કામ કરતાં શ્રમયોગીઓ

તેમજ ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫(બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

જે મતદારની ગેરહાજરીથી જોખમ ઊભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.