Western Times News

Gujarati News

‘ગદર’ના એક્ટર રાકેશ બેદીની પત્ની થઈ ફ્રોડનો શિકાર

ફોન કોલ કરીને ઠગે બેંકમાંથી ઉપાડી લીધા રૂ. ૫ લાખ

આરાધનાને ફોન કરનાર પર શંકા ગઈ ત્યારે તેણે ફોન કાપી નાખ્યો, જોકે, તેમ છતાં તેના ખાતામાંથી ૪.૯૮ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા

મુંબઈ,બોલિવૂડ એક્ટર અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ રાકેશ બેદી મુશ્કેલીમાં છે. તેની પત્ની આરાધના સાયબર ફ્રોડનો શિકાર બની છે જેના કારણે તેને ૫ લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. એક અજાણ્યા વ્યક્તિએ રાકેશ બેદીની પત્ની આરાધનાને ફોન કર્યો અને કહ્યું કે તે બેંકમાંથી ફોન કરી રહ્યો છે. આ પછી વ્યક્તિએ કહ્યું કે તેના ખાતામાં ભૂલથી પૈસા મોકલી દેવામાં આવ્યા હતા.

જેથી પૈસા યોગ્ય ખાતામાં પાછા મોકલી શકાય, વ્યક્તિએ આરાધનાને તેનો ઓટીપી તેની સાથે શેર કરવા કહ્યું. જ્યારે આરાધનાને ફોન કરનાર પર શંકા ગઈ ત્યારે તેણે ફોન કાપી નાખ્યો. જોકે, તેમ છતાં તેના ખાતામાંથી ૪.૯૮ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. છેતરપિંડી થયા બાદ આરાધનાએ બેંક અને પછી પોલીસનો સંપર્ક કર્યો.

જે બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. રાકેશ બેદીની પત્ની આરાધના વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ રાકેશ બેદી પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા જેમાં તેમને ૮૫ હજાર રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

જાન્યુઆરીમાં રાકેશ બેદીએ ખુલાસો કર્યો હતો કે તે પુણેમાં તેનો ટુ બીએચકે ફ્લેટ વેચવા માંગે છે જેના માટે તેણે જાહેરાત આપી હતી. ત્યારબાદ આર્મી ઓફિસર હોવાનો દાવો કરનાર વ્યક્તિએ ફ્લેટ ખરીદવામાં રસ દાખવ્યો અને છેતરપિંડી કરવા માટે તેની બેંકિંગ વિગતો લીધી, જેના પછી બેદીને ૮૫ હજાર રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.