Western Times News

Gujarati News

વિદેશમાં રહેતા પતિએ ફોન પર જ પત્નિને તલાક આપ્યા

દરિયાપુર વિસ્તારમાં રહેતી પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવીઃ વેજલપુરમાં રહેતી શિક્ષિકાને ટપાલ મારફતે પતિએ તલાક આપ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારે ત્રિપલ તલાક ના કાયદાને રદ કરી દીધા બાદ મહિલાઓમાં જાગૃતત્તા આવી છે અને ત્રિપલ તલાકના મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ  વચ્ચે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ત્રિપલ તલાકની બે ફરિયાદો નોંધાતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

જેમાં દરિયાપુર વિસ્તારમાં એક યુવકે પોતાની પÂત્ન પાસેથી રૂપિયા અને દાગીના લઈ વિદેશ જતા રહયા બાદ ફોન પર તલાક આપતા મહિલા માનસિક રીતે પડી ભાંગી છે જયારે વેજલપુર વિસ્તારમાં શિક્ષિકાને તેના પતિએ ત્રિપલ તલાક આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આઝાદી હાઉસમાં રહેતી ફરહાનાબેનના લગ્ન અગાઉ થયા હતા અને ર૦૧રમાં તેના છુટાછેડા પણ થઈ ગયા હતાં આ લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રીનો જન્મ થયો હતો. છુટાછેડા લીધા બાદ ર૦૧૬ના વર્ષમાં ફરહાનાના લગ્ન તન્વીર મલિક નામના યુવક સાથે થયા હતા અને તન્વીર મલિક સાથે લગ્ન થયા બાદ એક પુત્રનો પણ જન્મ થયો હતો.

ફરહાનાને અગાઉના લગ્નજીવન દરમિયાન એક પુત્રી જન્મી હતી અને ત્યારબાદ બીજા લગ્ન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. ફરહાનાના પતિ તન્વીરે જણાવ્યું હતું કે તેને વિદેશ જવાનું હોવાનું હોવાથી અગાઉની પુત્રીના આવેલા રૂપિયા માંગ્યા હતાં ફરહાનાએ પતિને વિદેશ જવાનું હોવાથી રોકડા રૂપિયા ર લાખ તથા સોનાના દાગીના આપી દીધા હતા અને ત્યારબાદ ઘરમાં નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતાં જેનાથી કંટાળી ફરહાના પોતાના પિયર રહેવા જતી રહી હતી આ દરમિયાનમાં તેનો પતિ તન્વીર મલિક સાઉદી અરેબિયા જતો રહયો હતો.

વિદેશથી તેનો પતિ અવારનવાર ફોન કરી ફરહાના પાસે રહેતા તેના પુત્ર સાથે વાતચીત કરતો હતો આ દરમિયાનમાં ફરહાનાએ પણ તેની સાથે વાત કરી હતી તન્વીર મલિકે ફરહાનાને તેની અગાઉની પુત્રીને બીજે ક્યાંક રહેવા મોકલી દેવા જણાવ્યું હતું. ફરહાના તેના માટે તૈયાર થઈ હતી પરંતુ તેના રૂપિયા પરત માંગતા તન્વીર ગુસ્સે ભરાયો હતો અને તેણે ફોન પર જ તથા મેસેજ કરી ને ત્રિપલ તલાક આપી દેતા ફરહાના માનસિક રીતે પડી ભાંગી હતી અને આ અંગે તેણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્રિપલ તલાકની બીજી ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

જેમાં ફતેહવાડી સરખેજ રોડ પર રહેતી રઈશાબાનુ પઠાણ નામની મહિલા ફારુકે આઝમ સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે ર૦૧રના વર્ષમાં તેના છુટાછેડા થયા હતા અને ત્યારબાદ ર૦૧૩માં નવાબખાન નામના પુરુષ સાથે પુનઃ લગ્ન થયા હતાં. પ્રારંભમાં બંને વચ્ચે સારો મનમેળ હતો અને નવાબખાન પણ થોડા દિવસો તેની સાથે પણ રહેતો હતો.

બંનેના ફરી વખત લગ્ન થયા હતા અને અગાઉના લગ્નના બંનેને સંતાનો હતાં થોડા સમય બાદ નવાબખાને રહીશાબાનુના ઘરે આવવાનું બંધ કરી દીધું હતું અને તેની સાથે વાતચીત પણ કરતો ન હતો આ દરમિયાનમાં નવાબખાને પત્ર લખીને રઈશાબાનુને ત્રિપલ તલાકની ત્રણ નોટિસો મોકલી હતી જેનાથી કંટાળી આખરે રઈશાબાનુએ આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.