Western Times News

Gujarati News

પ્રભાસે ‘કનપ્પા’નું શૂટિંગ શરૂ કર્યું, અક્ષય કુમાર પણ જોડાશે

મુંબઈ, પ્રભાસે બોલિવૂડ ફિલ્મોના બદલે સાઉથના પ્રોડક્શન્સને પસંદ કરવાનું વલણ રાખ્યું છે. પ્રભાસની આગામી બિગ બજેટ ફિલ્મ કનપ્પા ચે. સાઉથના સ્ટાર વિષ્ણુ માંચુ આ ફેન્ટસી ડ્રામા બનાવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પાછલા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે અને તેના સેટ પર પ્રભાસ જોડાયા હોવાની માહિતી વિષ્ણુ માંચુએ આપી છે.

થોડા સમયમાં અક્ષય કુમાર પણ ફિલ્મની ટીમ સાથે શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. વિષ્ણુ માંચુએ એક્સ હેન્ડલ પર શેર કરેલા ફોટોગ્રાફમાં સેટ પર પ્રભાસના આગમન અંગે વાત કરી હતી.

આ ફિલ્મમાં પ્રભાસ અને વિષ્ણુ માંચુ ઉપરાંત અક્ષય કુમાર, શિવા રાજકુમાર, મોહનલાલ સહિત સાઉથ અને બોલિવૂડના અનેક કલાકારો છે. ફિલ્મની સ્ટોરી શિવભક્ત કનપ્પાના જીવન પર આધારિત છે. તેલુગુ સાહિત્યમાં સદીઓથી કનપ્પાની કથા પ્રચલિત છે. વીર કનપ્પાને પ્રારંભિક જીવનમાં ઈશ્વર પ્રત્યે સહેજ પણ શ્રદ્ધા ન હતી. અચાનક આવેલા બદલાવ તેને પરમ શિવભક્ત બનાવે છે.

ભગવાન શિવને રીઝવવા માટે તે પોતાની આંખ કાઢીને અર્પણ કરી દે છે. આગામી સમયમાં પ્રભાસની ફિલ્મ કલ્કિ આવી રહી છે. આ ફિલ્મમાં હિન્દુ ધાર્મિક માન્યતામાં કલ્પના ઉમેરવામાં આવી છે. ‘કલ્કિ’ની રિલીઝમાં હજુ સમય છે ત્યારે પ્રભાસે ‘કનપ્પા’નું શૂટિંગ શરૂ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.